ભાજપ નેતા અને તેની પત્નીના મોતથી આખા વિસ્તારમાં હડકંપ મચ્યો છે. બધાના મોંઢા પર તેની મોતને લઇને સવાલ છે અને ભાજપ ઓબીસી મોરચાના જિલ્લા મહામંત્રી અરૂણ યાદવના થોડા દિવસ પહેલા પ્રીતિ સાથે લગ્ન થયા હતા. અરૂણ યાદવના ત્રણ ભાઈ હતા. અરૂણ ભાઈઓમાં સૌથી મોટા હતા. તેઓ પોતાના ઘરે મુંગેરના લાલ દરવાજા સ્થિત મકાન પર અરૂણ યાદવ પત્ની સાથે રહેતા હતા. પત્ની પ્રીતિ આ વખતે મુંગેર મ્યુનિસિપાલિટીમાં મેયર પદ માટે સંભવિત ઉમેદવાર હતી. સ્થાનિક લોકોએ ઘટના પાછળ પત્ની સાથે વિવાદ જણાવ્યો છે. તો પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ઘટના ગુરૂવારની સાંજે છ વાગ્યાની જણાવવામાં આવી રહી છે. સુચના મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રૂમનો દરવાજો તોડીને બંનેની લાશને બહાર કાઢી અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવી. પોલીસે ઘટનાસ્થળેથી આ વસ્તુઓ એકત્રિત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.