ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી (BJP)માં આંતરિક વિવાદ ખૂલીને સામે આવી રહ્યો છે. પુષ્કર સિંહ ધામીની સરકારમાં કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે કોંગ્રેસે દાવો કર્યો છે કે વધુ એક ધારાસભ્યએ પણ BJPને છોડી દીધી છે. કોંગ્રેસની ઉત્તરાખંડ એકાઈના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે ડૂબતું જહાજ, ભાગતા લોકો. સાથે જ ટ્વીટરમાં બે તસવીર શેર કરવામાં આવી છે જેમાંથી એકમાં કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતના રાજીનામાંના સમાચાર છે તો બીજામાં ધારાસભ્ય ઉમેશ શર્મા કાઉ દ્વારા BJP છોડવાનો ઉલ્લેખ છે. ધારાસભ્ય ઉમેશ શર્મા કાઉ દેહરાદૂન જિલ્લાની રાયપુર સીટ પરથી ઉત્તરાખંડ વિધાનસભાના સભ્ય છે.
વર્ષ 2016મા ઉમેશ શર્મા કાઉ અન્ય કોંગ્રેસન ધારાસભ્યો સાથે BJPમાં સામેલ થયા હતા. બીજી તરફ પુષ્કર સિંહ ધામીની કેબિનેટમાં વન અને પર્યાવરણ, લેબર અને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલય સંભાળનારા મંત્રી હરક સિંહ રાવતના રાજનૈતિક કરિયર પર નજર નાખીએ તો તેમણે કેટલાક અવસર પર બળવાના તેવર દેખાડ્યા છે. વર્ષ 2016મા કોંગ્રેસને છોડીને તેઓ BJPમાં સામેલ થયા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ હવે ફરી એક વખત પોતાની જૂની પાર્ટીમાં ઘર વાપસી કરી શકે છે.
મળતા રિપોર્ટ મુજબ હરક સિંહ રાવતે કહ્યું હતું કે પોતાના વિસ્તાર માટે મેડિકલ કૉલેજ 5 વર્ષથી માગણી કરી રહ્યો હતો કે પરંતુ આ લોકોએ મને ભિખારી જેવો બનાવી દીધો. તેઓ એટલા બધા નારાજ નજરે પડ્યા કે તેમની આંખો ભીની થઈ ગઈ અને તેઓ રડવા લાગ્યા. શુક્રવારે કેબિનેટની મીટિંગમાં તેમનો ગુસ્સો ફૂટી પડ્યો અને તેઓ બેઠક વચ્ચે જ છોડીને બહાર જતા રહ્યા. કહેવામાં આવી રહ્યું છે કે હરક સિંહ રાવત બળવાના તેવર અપનાવતા કેટલાક મોટા નિર્ણય લઈ શકે છે અને ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે જોકે અત્યારે તેની પુષ્ટિ થઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.