એક જ દિવસમાં બે-બે યુવતીઓની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. યુવતી પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ..

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં એક જ દિવસમાં બે બે યુવતીઓની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ડભોઇ તાલુકાની બાણજ ગામની ગુમ થયેલ યુવતીનો મૃતદેહ કરજણના કુરાલી નજીકની કેનાલમાંથી મળ્યો છે.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં એક જ દિવસમાં બે બે યુવતીઓની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.અને ડભોઇ તાલુકાની બાણજ ગામની ગુમ થયેલ યુવતીનો મૃતદેહ કરજણના કુરાલી નજીક કેનાલમાંથી મળ્યો છે.અને કરજણ તાલુકાના કુરાલી નજીક નર્મદા કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો છે. કરજણ પોલીસ દ્વારા યુવતીના મૃતદેહની પી.એમ. માટે કાર્યવાહી હાથ ધરી છે. યુવતી પર સામુહિક દુષ્કર્મ થયો હોવાની ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. 3 દિવસથી યુવતી ગુમ હતી. યુવતી ખેતરથી આવતી હતી ત્યારે રિક્ષા ચાલક અને તેના સાગરીત દ્વારા દુષ્કર્મ આચર્યુ. યુવતી મુંબઈ હતી ત્યારે ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડભોઇ પોલીસ દ્વારા રીક્ષા ચાલક અને તેના સાગરીત ને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.