મહેસાણા (MEHSANA) બાયપાસ પાસે યુવતીનો (YOUNG WOMEN) મૃતદેહ (CORPSES) મળ્યો છે. જેમાં અર્ધ બળેલી યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. તથા યુવતી સાથે દુષ્કર્મ (MISCHIEF) બાદ હત્યા કર્યાની આશંકા છે.
જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતદેહ અજાણી સગીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં બાયપાસ ઝાડીમાંથી યુવતીની અર્ધ બળેલી લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ શરુ કરી છે. જેમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની આશંકા છે.
યુવતીનાં હાથે ધડિયાળ , બી લખેલ વીંટી તેમજ ઝાડીમાં વિખેરાયેલ કાગળનાં ટુકડા એકત્ર કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાં મિસિંગના આધારે તપાસ શરૂ કરાઇ છે.
અતિ ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારીને સગીર યુવતીની લાશ સળગાવી દેવાઈ હતી. હાલ તો પોલીસે અજાણી યુવતીનાં મૃતદેહની ઓળખ પૂછપરછ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.