જયારથી અમિતાભ બચ્ચન (AMITABH BACHCH) દ્વારા “ખુશ્બુ ગુજરાત કી….” (KHUSHBU GUJARAT KI ) કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. ત્યાંથી દેશ-વિદેશના સહેલાણીઓ માટે ગુજરાત ટુરિસ્ટ સ્પોટ (GUJARAT TOURIST SPOT) બની ગયું છે. રાજ્યના અનેક સ્થળોને બોલીવુડ (BOLLYWOOD) ફિલ્મ શૂટિંગ (MOVIE SHOTING) માટે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.
આજે બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પાવાગઢ ખાતે ફિલ્મના શૂટિંગ માટે પહોંચી હતી. પાવાગઢ ખાતે વહેલી સવારથી હિન્દી ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતનું શૂટિંગ ચાલી રહ્યું છે. પાવાગઢના માચી તરફ જવાના માર્ગ પર અને તેમજ રોપવે નજીક માધુરી દીક્ષિત નું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં ધક ધક ગર્લ ત્રણ દિવસ સુધી પોતાની ફિલ્મનું શૂટિંગ કરશે.
માધુરી દીક્ષિત શૂટિંગ માટે આવી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં તેના ચાહકો પોતાની મનગમતી અભિનેત્રીને જોવા માટે પહોંચ્યા હતા. આજથી ૨૪ નવેમ્બર સુધી માધુરી દીક્ષિત પંચમહાલમાં જ રહેશે. આ દરમિયાન તે પાવાગઢના ભદ્નગેટ, જામા મસ્જિદ,સાત કમાન જેવી સાઈટ પર શૂટિંગ કરશે. પાવાગઢ ખાતે માધુરી દીક્ષિત આવી હોવાના પગલે સ્થાનિક જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી તેના ચાહકોની અવર-જવર વધી ગઈ છે.
જણાવી દઈએ કે , થોડા દિવસ પહેલા બોલિવૂડ અભિનેત્રી અમદાવાદના વાસણા વિસ્તારમાં પણ શૂટિંગ કર્યું હતું. માધુરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિત ત્રિવેદી અને શ્રુતિ પાઠક નું સોંગ શેર કરી અમદાવાદના ભરપૂર વખાણ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.