આ છોકરો રેલ્વે સ્ટેશન પર વેચી રહ્યો છે દહીં કચોરી તેની પાછળનું છે આ કારણ…

દિલ્હીનાં બાબા કા ધાબાનાં કાકા તો તમને યાદ હશે. બાબા કા ધાબાને એટલી મદદ આવી કે, કોરોનાકાળમાં નિરાધાર બનેલ દંપતીનું ધર રમતું થયું. અમદાવાદનાં મણિનગર રેલ્વે સ્ટેશન પર ૧૪ વષઁનો સગીર પરિવારને મદદ કરવા ફકત માત્ર ૧૦ રુપિયાની કિંમત પર દહીં કચોરી વેચી રહ્યો છે.

જીવન જીવવા અને ઘર ચલાવા માટે જાત મહેનત જ કરવી પડે છે. સમય ખરાબ ચાલતો હોય અને રૂપિયાની તંગી હોય તો તેની સામે કામ કરવામાં ઉંમર બાધ આડે આવતી નથી. નાનપણમાં આવેલી જવાબદારી બાળકોને સમજદાર જરૂર બનાવી દે. ત્યારે આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરો પરિવારને મદદ કરવા માટે પોતાની માતા શ્વેતાબેનને મદદ કરી રહ્યો છે. આ વીડિયો (Video) અમદાવાદના મણિનગરના રેલવે ક્રોસિંગનો છે. જ્યાં આ કિશોર પોતાની માતા સાથે દહી કચોરી વેચી રહ્યો છે. પરિવારની મદદ કરવા 14 વર્ષનો છોકરો માત્ર 10 રૂ. માં કચોરી વેચી રહ્યો છે!

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=72s

અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસે કચોરી વેચતા કિશોરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ છોકરાએ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે. લોકો આ છોકરાની મદદ કરવા અપીલક કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.