સુરતમાં ડુમસરોડ પર દારૂ પીને જમવા નીકળેલા સાળા બનેવીએ તમાશો કર્યો, મહિલપોલીસનો કોલર પકડયો….

સુરતમાં ડુમસ રોડ પર ગઈકાલે પોલીસના નાઈટ કોમ્બિંગ વખતે ડુમસથી આવતી એક કાર પોલીસને જોઈ રોંગ સાઈડમાં ભાગવા જતાં પોલીસે તેને અટકાવી હતી અને કારમાં પતિ-પત્ની અને તેમનો સાળો ત્રણેય રાત્રે જમવા નીકળ્યાં હતાં. સાળા-બનેવીએ મહિલા પીએસઆઈ સહિત પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરતાં બંને સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો.

ડુમસ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અજય હરકટ તેમના સ્ટાફ સાથે એસ.કે.નગર ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા. ત્યારે અર્ટિગા કાર નં.(જીજે-21-સીએ-9771) ચાલક એરપોર્ટ તરફથી રોંગ સાઈડમાં આવતો હતો જેથી પોલીસે તેમની કાર ઊભી રખાવી હતી અને કારમાં બે પુરુષ અને એક મહિલા હતી જેથી પોલીસે નીચે ઊતરીને તેમની ગાડીની ડિકી ચેક કરવાનું કહેતાં તેઓ નીચે ઊતર્યા ન હતા અને તમે કયા અધિકારથી રોડ પર બેરિકેટ લગાવ્યાં છે, તમે ક્યા અધિકારથી વાહન રોકી ચેકિંગ કરો છો? તેવું જોરજોરથી લથડાતી જીભે બૂમો પાડતા હતા. કારચાલકે દારૂ પીધો હતો. જેથી મહિલા પીએસઆઈ એમ.એચ.સાંકળિયાને જાણ કરતાં તેઓ પેટ્રોલિંગમાં (Patrolling) હોવાથી પહોંચી ગયાં હતાં અને કારમાં બેસેલા વ્યક્તિને નીચે ઉતારતાં તેણે મહિલા પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. તથા અજયભાઈની કોલર તથા બેઝ પકડી ખેંચી હતી.

તેમની સાથેની મહિલા બંનેને સમજાવવા છતાં બંને પીધેલી હાલતમાં હોવાથી પોલીસ સાથે બળપ્રયોગ કરતાં હતાં અને બંનેને પકડીને નામ પૂછતા મૌલિક જયંતી નાયક (ઉં.વ.42) (રહે.,કોપર સ્ટોન સાયલન્ટ ઝોન, ડુમસ તથા મૂળ શારદા રેસિડેન્સી, નવસારી) તથા બીજાનું નામ રૂપેશ જયંતીલાલ દેસાઈ (ઉં.વ.41) (રહે.,કોપર સ્ટોન, ડુમસ તથા મૂળ નવસારી) હોવાનું તથા રૂપેશ ઇલેક્ટ્રિક એન્જિનિયર અને મૌલિક સોફ્ટવેર એન્જિનિયર હોવાનું જણાવ્યું હતું અને મૌલિક તેની બહેન અને તેનો પતિ રૂપેશ સાથે હતો. પોલીસે બંનેની ધરપકડ કરી ફરજમાં રૂકાવટનો તથા દારૂ પીધેલાનો ગુનો દાખલ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.