ગોધરામાં વેપારીની ધાતકી હત્યા ; હત્યા અંગેનું કારણ જાણવા પોલીસના અંધારામાં ફાંફાં..

શામલી બેટીયાં જંગલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ગોધરા ના હયાત ની વાડી વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય યુવકની બાઇક મોડી રાતે દરુણીયા પાસેથી મળી આવ્યા બાદ સવારે જંગલમાંથી મૃતદેહ મળી આવતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ગોધરા શહેર હયાત ની વાડી વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય મોહમ્મદ હનીફ બદામ શુક્રવારે સાંજે પોતાના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો.દરમિયાન મોડી રાત સુધી ઘરે નહીં પહોંચતા તેના સ્વજનો ચિંતિત બન્યા હતા.અને તેની શોધખોળ આદરી હતી. દરમિયાન બીજી તરફ પેટ્રોલિંગ પોલીસને દારુણીયા પાસેથી એક બિન વારસી હાલતમાં બાઈક મળી આવી હતી.

બીજી તરફ પોલીસને પણ રાહદારી મારફતે શામલી જંગલમાંથી પસાર થતાં આરસીસી રોડની બાજુમાં એક મૃતદેહ પડયો હોવાની જાણ થતાં જ ગોધરા ડીવાયએસપી અને તાલુકા પીઆઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

યુવકનાં મોબાઈલનું એનેલિસિસ અને કેટલાંક વિસ્તારોનાં સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસણી સહિતની તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.