કોલ સેન્ટરનો કાંડ ખૂલે નહીં એટલે પોલીસે છોડી દીધો એક આરોપી…

થોડા દિવસ પહેલાં ૧૨ ગંભીર ગુનાને અંજાણ અાપનાર ગૌરવ ચૌહાણ અને અજય ઉર્ફે કાંચાની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ બે આરોપી સાથે સુશીલ યાદવ નામના શખ્સની પણ ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી હતી. પરંતુ ક્રાઈમ બ્રાંચનાં ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર મોટું સેટિંગ કરીને સુશીલ નામનાં શખ્સને જવા દીધો હોવાનું જાણવા મળ્યું છે.

નિમેશ નામના એક પોલીસ કમીઁઓ વહીવટ કરીને ગૌરવ ચૌહાણનો મોબાઈલ, સ્કિોપયો કાર પરત આપી હોવાની પોલીસ બેડામાં ચચાઁ ચાલી રહી છે. એક વષઁથી વધારે સમય સુધી વોન્ટેડ આરોપી ગૌરવ શિવગોપાલસિંહ ચૌહાણ અને અજય ઉર્ફે કાંચો મુકટસિંહ ભદોરીયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

પરંતુ બારોટ ભાઈના નામે ઓળખાતા પોલીસ કમઁચારીઓ મોટો ખેલ કર્યો હોવાથી મસમોટું કોલ સેન્ટર અને કુખ્યાત બુટલેગર બંસી ઉફઁ દેવેન્દ્ર પરિહારનું નેટવર્ક પકડાતા અટકી ગયું છું..કોલ સેન્ટરના કાળો કારોબાર તેમજ હત્યા, હત્યાનો પ્રયાસ મારા મારી જેવાં ૧૨ ગુનાઓ સામેલ કુખ્યાત ગૌરવ સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેના કારણે તે પાસામાં પણ જઈ આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.