પંજાબનાં સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિદ્ધને પાક પીએમ ઈમરાનખાન અને આમીઁ ચીફ જનરલ બાજવાનાં દોસ્ત ગણાવ્યાં હતાં. ભાજપ સિદ્ધ પર નિશાન સાધી રહી છે ત્યારે સિદ્ધનાં સલાહકાર અને પૂર્વ ડીજીપી મહોમ્મદ મુસ્તફાએ સિદ્ધ વતી જવાબ આપ્યો છે અને કહ્યું કે, મને મોઢું ખોલવા માટે કેપ્ટન મજબૂર ના કરે, નહીંતર મારી પાસે તો તમારી સામે પૂરાવાનાં ઢગલો છે.
https://www.youtube.com/watch?v=iJBy0t5009Y
સિધ્ધુ પર રાજકીય ટિપ્પણીઓ કરો તો તે ઠીક છે પણ તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.14 વર્ષ સુધી તમારા એક મહિલા આઈએસઆઈ એજન્ટ સાથે સબંધો રહ્યાહ તા પણ તમે ક્યારેય સરકારમાં આ એજન્ટની દખલગીરીનો ઉલ્લેખ કર્યો નથી.તમારા વિદેશી એકાઉન્ટમાં દુનિયાભરમાંથી પૈસા પહોંચ્યા છે.તમને રાષ્ટ્રવાદ પર ભાષણ આપવાનુ શોભા આપતુ નથી.
તેમણે કહ્યુ હતુ કે, તમારા પાપોના તમામ પૂરાવા મારી પાસે છે.તમે જે જાણો છો તે તો હું જાણુ જ છું પણ તમે એ વાતને ભુલી રહ્યા છો કે, તમારા પ્રત્યેના સન્માનના કારણે મેં કશું જાહેર થવા દીધુ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.