કેપ્ટનનો ચોંકાવનારો દાવો, સિદ્ધુને મંત્રી બનાવવા આ દેશે કરી હતી ભલામણ

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહે મોટો દાવો કર્યો છે. અને અમરિંદર સિંહે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુને રાજ્ય કેબિનેટમાં સામેલ કરવાની ભલામણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કરી હતી.

આજે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, પાકિસ્તાનના પીએમએ વિનંતી કરી હતી કે જો તમે (કોંગ્રેસ પંજાબ અધ્યક્ષ નવજોત સિંહ) સિદ્ધુને તમારી કેબિનેટમાં લેશો તો હું આભારી રહીશ, તે મારા જૂના મિત્ર છે.અને જો તે કામ ન કરે તો તમે તેમને દૂર કરી શકો છો.

અમરિન્દર સિંહે દાવો કર્યો કે મેં ના પાડી અને મારી કેબિનેટમાંથી પણ કાઢી મૂક્યા. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે સિદ્ધુ કોઈ કામના નથી, તે બિલકુલ અસમર્થ વ્યક્તિ છે. અને તેઓ કામ કેવી રીતે કરવું તે જાણતા નથી. અમરિંદર સિંહે કહ્યું કે 28 જુલાઈના રોજ મેં તેમને મારી કેબિનેટમાંથી હટાવ્યા હતા. તેણે 70 દિવસ સુધી એક પણ ફાઇલ પર સહી કરી ન હતી.

તો બીજી તરફ કેપ્ટનની પાર્ટી ભાજપ સાથે મળીને વિધાનસભા ઈલેક્શન લડશે.અને આ અંગે જેપી નડ્ડાએ કહ્યું કે આ ચૂંટણી પંજાબનું ભવિષ્ય નક્કી કરશે. તેમણે કહ્યું કે પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ એનડીએ તરફથી 37 સીટો પર ચૂંટણી લડશે અને 15 સીટો સુખદેવ સિંહ ઢીંઢસાના શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ)ને આપવામાં આવી છે. નડ્ડાએ કહ્યું કે ભાજપ પંજાબની 65 સીટો પર ચૂંટણી લડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.