ભરુચ અંકલેશ્વર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી વડોદરા જતી કારને અકસ્માત નડયો છે. અકસ્માતની ધટનામાં કાર ચાલકનું ધટના સ્થળ પર મોત નીપજ્યું છે.
સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી તે દરમિયાન કારને અકસ્માત નડયો હતો. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને કારનો ભુક્કો બોલાઈ ગયો હતો.
જો કે અકસ્માત સર્જાતાં આસપાસ લોકોનું ટોળુ એકત્રિત થયું હતું. કાર અકસ્માતને પગલે સ્થાનિક લોકો દ્રારા ૧૦૮ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. કારમાં ફસાયેલાં ડ્રાઈવર અને અન્ય એક શખ્સને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ત્યારે ધટના સ્થળ પર પહોંચેલી પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.