વલસાડ માતાના દર્શન કરવા જઈ રહેલા સુરતના આ પરિવારની કારને આઈસરે ટક્કર મારતા કાર ફંગોળાઈ..

વલસાડ માતાના દર્શન કરવા જતા સુરતના રહીશોએ નેશનલ હાઈવે નં. 48 ઉપર ભૂલા ફળિયા ગામ નજીક ફાસ્ટટેગ રિચાર્જ કરવા કાર ઉભી રાખતા આઈસર ટેમ્પાએ ટક્કર મારતા કાર ફંગોળાઈને રોડની સાઈડમાં જતી રહેતા 5ને ઈજા થઈ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.

સુરત ઉધના ભાઠેના રોડ પર ઉષાનગર સોસાયટીમાં વિકાસભાઈ ગણપતભાઈ રાણા તેમના પરિવાર સાથે રહે છે અને ગત ૧૪મીએ વિકાસભાઈ તેમની પત્ની દક્ષાબેન, દીકરો માન, દીકરી ઈશીકા, સાળો રાકેશભાઈ અશોકભાઈ રાણા, તેની પત્ની દક્ષાબેન, દીકરી ધ્રુવી, દીકરો શ્યામ, સાઢુભાઈ વિનોદભાઈ મણીલાલ પટેલ, સાળી રજનીબેન, દીકરી શ્રીયા અને મયંક સાથે ઇકો કાર (નં. જીજે-05-આરસી-5931) લઈને વલસાડ પારનેરા વિશ્વમભરી માતા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા પહેલા ભુલાફળિયા ગામ પાસે ફાસ્ટટેગ રિચાર્જ કરવા વિકાસભાઈએ તેમની ઇકો કાર રોડની સાઈડમાં ઉભી રાખી હતી. ત્યારે પાછળથી આવતા આઈસર ટ્રક (નં. જીજે-06-બીટી-3582) ના ચાલકે વિકાસભાઈની કારને ટક્કર મારતા કાર રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતો.

જેથી કાર બેસેલા તમામને શરીરે ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં વિકાસભાઈની દીકરી ઈશીકાને માથાના ભાગે 8-10 ટાકાઓ આવ્યા હતા. જ્યારે સાળી રજનીબેન, સાઢુભાઈની દીકરી શ્રેયાને, દીકરા મયંક અને સાળા રાકેશભાઈને શરીરે ઈજાઓ થઈ હતી. આ સમગ્ર બનાવ અંગે વિકાસભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે આઈસર ટેમ્પાના ચાલક અને વડોદરા મકરપુરા જી.આઈ.ડી.સી. ચોખડી કંસારાપોળમાં રહેતા રાહબહાદુર પતીરામ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. નયનભાઈને સોંપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.