22 વર્ષના આ ખતરનાક બેટ્સમેનનું કરિયર થઈ રહ્યું છે બરબાદ જાણો કોણ છે એ બેટ્સમેન….

ભારતીય ટીમના એક ખેલાડી સાથે સિલેક્ટર્સ સતત અન્યાય કરી રહ્યા છે. સિલેક્ટર્સ દરેક સીરિઝમાં એ ખેલાડીને બહાર રાખે છે જેને જોઈને લાગે છે કે સિલેક્ટર્સે એ ખેલાડીને દૂધમાં પડેલી માખીની જેમ બહાર ફેક્યો છે. આ ખેલાડી આગામી સમયમાં ટીમનો પર્મનેન્ટ ઓપનર બનવાનો દમ રાખે છે પરંતુ સિલેક્ટર્સને તેના પર વધારે ભરોસો નથી એવામાં આ ખેલાડીનું કરિયર બહાર બેઠા બેઠા જ બરબાદ થઈ રહ્યું છે.અને સિલેક્ટર્સે જે બેટ્સમેનને નજરઅંદાજ કર્યો છે તે રોહિત શર્માથી પણ તોફાની બેટિંગ કરવામાં માહિર છે.

સિલેક્ટર્સ આ ખેલાડીને સતત નજરઅંદાજ કરી રહ્યા છે. આ ખેલાડી કોઈ બીજો નહીં પરંતુ ભારતીય ટીમનો વિસ્ફોટક ઓપનર પૃથ્વી શૉ છે. શોના બેટની ગુંજ આખી દુનિયાએ સાંભળી છે પરંતુ તેને સિલેક્ટર્સ ચાન્સ આપવા માટે રાજી નથી. પૃથ્વી શોની જબરદસ્ત બેટિંગમાં પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દર સેહવાગ અને મહાન બેટ્સમેન સચિન તેંદુલકરની ઝલક જોવા મળે છે.અને પૃથ્વી શોની બેટિંગ અંદાજમાં સચિન તેંદુલકર અને વિરેન્દર સેહવાગનું કોમ્બો જોવા મળ્યું છે.

સચિન તેંદુલકર અને વિરેન્દર સેહવાગ પણ શરૂઆતી ઓવતોમાં જબરદસ્ત બેટિંગ કરતા હતા અને ખૂબ રન બનાવતા હતા. ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ કહી ચૂક્યા છે કે પૃથ્વી શોમાં વિરેન્દર સેહવાગ, સચિન તેંદુલકર અને લારાની ઝલક નજરે પડે છે. 22 વર્ષીય યુવા ઓપનર પૃથ્વી શૉ આક્રમક બેટ્સમેન છે. પૃથ્વી શૉ વિના ડર વિના ખૂબ રન બનાવે છે. તેને વધારેમાં વધારે ચાન્સ મળે તો તે દુનિયાના કોઈ પણ ખૂણામાં રન બનાવી શકે છે.અને સિલેક્ટર્સ પૃથ્વી શૉ જેવા વિસ્ફોટક ઓપનરને સતત નજરઅંદાજ કરતા આવી રહ્યા છે.

પૃથ્વી શૉ હાલના સમયમાં દુનિયાના સૌથી ખતરનાક યુવા બેટ્સમેનોમાંથી એક છે. તેને સિલેક્ટર્સ સતત બહાર રાખે છે. આગામી દિવસોમમાં ભારતીય ટીમને એક નવા ઓપનર બેટ્સમેનની જરૂરિયાત હશે. આ જવાબદારી યુવા બેટ્સમેન પૃથ્વી શૉ સંભાળી શકે છે. પૃથ્વી શૉના બેટે ઘરેલુ અને IPLમા જે સનસની ફેલાવી તેની ગુંજ આખી દુનિયાએ સાંભળી છે.અને માત્ર 22 વર્ષીય અ બેટ્સમેન ભારતીય ટીમનો ભવિષ્ય છે. તેની બેટિંગે દરેકનું દિલ જીત્યું છે.

પૃથ્વી શૉ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે પરંતુ હવે ત્રણેય ફોર્મેટમાં જ તેની જગ્યા છીનવી લેવામાં આવી છે. પૃથ્વી શૉએ ભારત માટે 5 ટેસ્ટ મેચોમાં 339 રન બનાવ્યા છે.અને તો 6 વન-ડેમાં 189 રન જ્યારે 53 IPL મેચોમાં પૃથ્વી શોએ 1305 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે એક સદી પણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.