સોશિયલ મીડિયાના માધ્યમથી નર્સિંગ ભણેલી નડિયાદની યુવતી રિયા(નામ બદલ્યું છે)ને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવ્યાનો લવ જેહાદનો કિસ્સો નડિયાદમાં પ્રકાશમાં આવ્યો છે.અને યાસર નામના યુવકે રિયાને કહ્યું હતું કે, તું તારા માતા પિતાને પોલેન્ડ નોકરીએ જવાનું છે તેમ કહીં 5 લાખ લઈ આવ પછી આપણે બંને દુબઈ જઈ લગ્ન કરી લઈશું.અને પ્રેમમાં અંધ યુવતી 5 લાખ લઈ આવી પછી યુવકે યુવતીને એકલી દુબઈ મોકલી દીધી અને દેહવેપાર ચાલે તેવી હોટેલમાં ઉતારો આપ્યો હતો.
એક ભારતીય વેઈટરે યુવતીને અહીંથી તાત્કાલિક નીકળી જવાનું કહેતાં યુવતી ત્યાંથી ભાગી 15 દિવસ ભટકતી રહી હતી અને યુવકે દુબઈ જવાનો વાયદો કર્યો હતો પરંતું તે ગયો નહીં પરંતુ યુવતીએ ગમે તેમ કરી પોતાને પરત લઈ જવાનું કહેતાં યુવકે ટિકિટ મોકલી તેને ભારત બોલાવી લીધી હતી.અને યુવતીના માતા પિતાને એવું હતું કે દીકરી પોલેન્ડ છે. પણ અહીં ચાર માસ સુધી એક રૂમમાં ગોંધાઈને યુવતી વિધર્મી યુવકના હવસનો શિકાર બનતી રહી હતી જેમાં શારિરીક અને માનસિક ત્રાસ અસહ્ય બનતાં યુવતીએ પોતાના માતા પિતાનો સંપર્ક કરી સત્ય જણાવવાની હિંમત કરી અને હેવાનિયતની હદ વટાવતો લવ જેહાદનો કિસ્સો ગુરુવારે સાંજે પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે બેનકાબ થયો છે.અને આખરે પોલીસે મુસ્લિમ પરિવારના 8, મદદગારી કરનાર 2 મળી કુલ 10 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.
પકડાયેલા આરોપી જાબીર પઠાણ, ફૈઝલ પઠાણ, શહેનાઝ પઠાણ,સુરૈયા પઠાણ,ફરદીન સૈયદ,ફરીદાબાનું મલેક,નદીમ મલેક,જય કદમ
નડિયાદ શહેરમાં રહેતી અને નર્સિગ ભણેલી રિયા (નામ બદલેલ છે) સાથે લવ જેહાદની ઘટના બની છે. રિયાની માતા જ્યાં નોકરી કરતી હતી અને તે હોસ્પિટલ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવક યાસરખાન પઠાણની નજર આ યુવતી પર બગડી હતી. યાસરે ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેણી સાથે મિત્રતા કેળવી હતી અને ફક્ત 3 દિવસમાં તેણીને આણંદની એક કોફી શોપમાં મળવા બોલાવી હતી.અને જે બાદ તેને પ્રેમજાળમાં ભોળવી વાત વાતમાં તેણીને વિદેશ જવાની ઘેલછા હોવાનું જાણી લીધું હતું. ‘હુ તારી સાથે લગ્ન કરીશ અને તને વિદેશ લઈ જઇશ’ તેમ કહી યાસરે તેણીનું મન જીતી લીધુ હતુ અને બસ ત્યારબાદ જુદા જુદા સ્થળો પર લઈ જઈ તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
લગભગ દોઢ વર્ષ સુધી રિયા સાથે સંબંધ રાખી ગોળ ગોળ ફેરવી, પરંતુ જ્યારે રિયાએ વિદેશ જવા જીદ પકડી ત્યારે યાસરે રિયાને કહ્યું કે, તારા માતા પિતાને પોલેન્ડના ડુપ્લીકેટ વીઝાની ફોટો કોપી બતાવી 5 લાખ ઘરેથી લઈ આવ, પછી આપણે બંને દુબઈ ચાલ્યા જઈશું. યાસરના કહેવા પ્રમાણે રિયાએ પોતાના પરિવાર પાસેથી રૂ.5 લાખ લઈ લીધા અને ત્યાર બાદ યાસરે રિયાને એકલી દુબઈ મોકલી દીધી અને પોતે 2 દિવસમાં આવી જશે તેવો ખોટો વાયદો કર્યો હતો
રિયા જ્યારે દુબઈથી જેમતેમ કરીને પાછી ફરી ત્યારે યાસર તેના પિતા જાબીર અને નાના ભાઈ ફૈઝલે મળી રિચાને રણમુકતેશ્વર સોસાયટીના એક મકાનમાં ગોંધી રાખી.અને આ દરમિયાન યાસર અને તેના પરિવારે મળી રિયા પર શારીરીક માનસિક ત્રાસ ગુજાર્યો. આખરે તેણી પોલીસ સ્ટેશન પહોંચી જ્યા યાશર પઠાણ સહિત 8 પરિવારજનો અને સમગ્ર ગુનામાં મદદગારી કરનાર અન્ય 2 મળી કુલ 10 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
રિયાને છેવટ સુધી યાસર પર વિશ્વાસ હતો. દુબઈથી પરત આવતા જ તે યાસરની સાથે નડિયાદ આવી હતી. એ પછી યાસરે 1 દિવસ તેને એક હોટલમાં રાખી, જે દરમિયાન ભાડાનું ઘર રાખી રિચાને ત્યાં શિફ્ટ કરી દીધી. અન્ય પરિવારજનોએ મળી રિચાને ફરજિયાત બુરખો પહેરવાનો, નમાજ પઢવાની, કલમા પઢાવાની ફરજ પડાઈ. જ્યારે યાસર ઘરેથી બહાર જતો ત્યારે ઘરની બહાર તાળું મારીને જતો.અને જેની ગેરહાજરીમાં તેના પિતા જામીરખાન અને ભાઈ ફૈઝલે ઘરે આવવાનું શરૂ કર્યું હતું. જોકે રિચાએ બૂમાબૂમ કરતા તેની ઈજ્જત સચવાઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.