કતારગામ બાળ અનાથ આશ્રમની પાછળ ગૌરવ પાર્ક સોસાયટીમાં રહેતા 66 વર્ષીય વલ્લભભાઈ શંભુભાઈ રાદડીયા મુળ અમરેલીના લાઠીના દુધાળા ગામના વતની છે. ખેતીની સાથે હીરા અને પ્લોટનો લે-વેચનો ધંધો કરે છે.વલ્લભભાઈ ભાગીદારીમાં સંતોષી ચેરીટેબલ ટ્રસ્ટ પણ ચલાવે છે. વર્ષ 2004 માં આ ટ્રસ્ટ માટે જમીન ખરીદવાની હોવાથી જમીન દલાલીનું
કામકાજ કરતા યુસુફ રસુલ મહીડા (રહે. જુની વાલક મસ્જીદ ફળિયુ કામરેજ) ને વાત કરી હતી. તેણે વાલક
ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હમીદ કાલુ મહીડા (રહે, જીમખાના રોડ ખોલવડ કામરેજ) સાથે પરિચય કરાવ્યો હતો વલ્લભભાઈએ તેમને ટ્રસ્ટ માટે કામરેજ વિસ્તારમાંજમીન ખરીદવાનું જણાવ્યું હતું. જેથી સરથાણા કામરેજની સીમમાં આવેલી ગ્રામ પંચાયતની ગૌચરની જમીન બતાવી હતી.હમીદ મહીડાએ પોતે વાલક સરથાણા ગામના ડેપ્યુટી સરપંચ છે અને સરપંચની સત્તા પ્રમાણે સરકારની ગ્રામપંચાયતને જમીન આપેલી છે અને જમીન વેચાણ કરવાના તેઓ હકદાર છેવલ્લભભાઈને જમીન પસંદ પડતા રૂપિયા 3.40 કરોડમાં સોદો કર્યો હતો વલ્લભભાઈએ ટુકડે ટુકડે કરી તમામ પૈસા ચુકવી આપ્યા હતા. પૈસા પડાવ્યા બાદ અવાર નવાર જમીનના કબજો માંગતા બંને જણા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી શંકા જતા વલ્લભભાઈએ તેમના પૈસાની પરત માંગણી કરવા છતાંયે પૈસા કે જમીન નહીં આપી છેતરપિંડી કરી હતી.
પોલીસે હમીદ ભડીયા અને દલાલ યુસુફ મહિડા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. હમીદ મહીડાએ તેના હોદાનો દુરપયોગ કરી ગૌચરની જમીન વેચાણ કરવા માટે સત્તા નહીં હોવા છતાંયે વેચાણ કરી પૈસા પડાવ્યા હતા. અને પંચાયતના નિયમ વિરૂધ્ધ ઠરાવ પણ કરી આપ્યો હતો. જ્યારે ગૌચરની જમીન બાબતે આવી કોઈ સત્તા ડેપ્યુટી સરપંચ પાસે નથી ત્યારે હવે સરથાણા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કર્યો છે ફરિયાદી ને તેમના પેસા જલદી પરત મળે તેવી માંગ કરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.