સ્વૈચ્છિક સંગઠનોની દખલગીરીથી કેસને બનાવી દેવાયો લવજેહાદમાં.

ગુજરાતમાં ધમઁ સ્વતંત્રતા અધિનિયમ -૨૦૨૧ હેઠળ રાજયમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદને રદ કરવા માટે પીડિતાએ જ હાઈકોર્ટેમાં કરેલી અરજીનો રાજય સરકારે વિરોધ કર્યો હતો. હાઇકોર્ટેમાં અરજદારનાં વકીલની રજુઆત હતી કે, “અરજદાર અને તેના પતિ વચ્ચેનો લગ્ન જીવનનો વિવાદ ઉકેલાયો છે.” વિવાદને લઈને અરજદાર યુવતીએ વડોદરા પોલીસ ફરિયાદ કરેલી.

જોકે કેટલાંક ધામિઁક – રાજનૈતિક સંગઠનોના દબાણને લીધે આ ફરિયાદમાં જબરદસ્તીથી ધમઁપરિવતઁનના મુદ્દાને જોડવામાં આવેલો છે. આ મુદ્દાને સાંપ્રદાયિક રંગ અને લવ જેહાદનો એંગલ અપાયો છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. બે વર્ષના પરિચય બાદ પીડિતા અને આરોપી ફેબુઆરીમાં નિકાહ કયાઁ હતા.

૧૫ જુન ૨૦૨૧ના રોજ યુવતીએ તેનાં પતિ અને સાસરિયાઓ સામે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુજરાત ધમઁ સ્વતંત્રતા અધિનિયમ નાં કાયદા, એટ્રોસિટી એકટ અને આઈપીસીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવેલી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.