મિઝોરમ સરકારે આઈઝોલ નગર નિગમ વિસ્તારમાં આંશિક લોકડાઉન 18 તારીખ સુધી વધારી દીધાં છે. જો કે, પ્રતિબંધોમાં કેટલીક ઢીલ પણ આપવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે એેએમસી વિસ્ત્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવાની અનુમતિ આપવામાં આવી નથી.
જયારે રાજયનાં અન્ય ભાગોમાં કોવિડ મુકત વિસ્ત્તારમાં સ્કુલ અને કોલેજો પ્રત્યક્ષ કક્ષાએ ફરીથી શરૂ કરવાની અનુમતિ આપવામાં આવી છે. આઈઝોલ શહેર ની બહાર કોવિડ મુક્ત વિસ્ત્તારમાં પૂજા સ્થળોને ફરીથી ખોલવાની અનુમતિ આપવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=biznLH81-nA
મિઝોરમમાં સોમવારે કોવિડનાં 1330 નવા કેસ સામે આવ્યાં જે બાદ કુલ સંક્રમિતની સંખ્યા વધીને 64228 થઈ ગઈ છે. મિઝોરમમાં હવે 10538 દદીઁઁઓની સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.