ઇલેક્ટ્રિક વેહિકલ્સમાં આગ લાગવાનું કારણ સામે આવી ગયું છે.અને આગની ઘટનાઓ પર ગંભીર વલણ અપનાવતા સરકારે એક તપાસ શરુ કરાવી હતી અને તેનાં શરૂઆતના રિપોર્ટમાં આગ લાવાના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો છે.
સરકારની શરૂઆતની તપાસમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાનું કારણ બેટરી સેલ અને મોડ્યુલ્સનું ફોલ્ટી હોવું પણ જણાવવામાં આવે છે.જેથી સરકારે 3 કંપનીઓનાં ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટનાને લઈને તપાસ શરુ કરી હતી. આમાં Ola Electric અને Okinawa પણ સામેલ છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Ola સ્કૂટરમાં આગ લાગવાનું કારણ બેટરી સેલ અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમમાં તકલીફ હોવી છે. જ્યારે Okinawaનાં મામલામાં બેટરી સેલ અને બેટરી મોડ્યુલ સાથે જોડાયેલ ખામી મળી છે અને જ્યારે Pure EVનાં સ્કૂટરમાં આગ લાગવાનું કારણ બેટરી કેસિંગનું યોગ્ય ન હોવું જણાવવામાં આવે છે.
સમાચાર મળ્યા છે કે તપાસની ફાઈનલ રિપોર્ટ હવેના બે અઠવાડિયામાં આવશે. સરકારે આગળની તપાસ માટે ત્રણ કંપનીઓનાં બેટરી સેલનાં સેમ્પલ લીધા છે. અને આ વચ્ચે Ola Electricએ દાવો કર્યો છે કે તેમના માત્ર એક સ્કૂટરમાં થર્મલ સાથે જોડાયેલ તકલીફ મળી છે. જ્યારે કંપનીનાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમમાં કોઈ ખામી નથી.
હાલનાં દિવસોમાં દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આમાં 3 લોકોનો જીવ પણ ગયો છે.અને પછી Okinawa અને Olaએ મોટી સંખ્યામાં પોતાના સ્કૂટર રિકોલ પણ કર્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.