આપ જાણતા હશો કે,ડેમનાં બાંધકામ થી ત્યારે અનેક સ્થળો ડૂબાણમા જતા હોય છે.જ્યારે ડેમની સપાટી ઉંચી જતી હોય ત્યારે આ સ્થળો ડૂબી જતાં હોય છે. અને પાણીની સપાટી નીચી આવે ત્યારે પાણીમાં ડૂબેલા સ્થળો બહાર આવતાં હોય છે.
ત્યારે ગુજરાતનાં મહીસાગરનાં કડાણા ડેમ (kadana dam) માં 850 વર્ષ જુનું નદીનાથ મહાદેવ (Nadinag Mahadev) ની ગુફા ખુલી ગઈ છે અને તેના દર્શન શરૂ થયા છે. કડાણા ડેમમાં પાણીની સપાટી ધટતાં અંદર રહેલું મંદીર ખુલ્લુ થયું છે. આ મંદિર વષૉઁ પુરાણું છે. હાલ ડેમની સપાટી લગભગ ૩૮૪.૦૫ આજુબાજુ થતાં કિનારા અને બેટ ખુલ્લા થયાં છે. ત્યારે ડુંગર વચ્ચે આવેલું આ મંદિર ખુલતા શિવભકતો દશઁન કરવા ઉમટી પડ્યા હતા.
મંદિરની વિશેષતા ;
આ મંદિર ડેમની વચ્ચોવચ આવેલી ગુફામાં આવેલુ છે. આ મંદિર 850 વર્ષ પુરાણુ છે. આ ગુફા મંદિરમાં શિવજીનું મંદિર આવેલું છે. ગુફામાં આવેલ શિવલિંગ છુટ્ટુ હોવા છતા તે અલગ થયુ નથી તે તેની વિશેષતા છે.
કડાણા જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ વરસાદ ઓછો હોવાને કારણે પાણીની સપાટી ફરી નીચી આવી છે. જેથી ડૂબાણમાં ગયેલુ મંદિર બહાર આવ્યુઁ છે. કડાણા જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે.
https://www.youtube.com/watch?v=gAGlJw7eVG0&t=4s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.