ઘઉંના ભાવને કાબુમાં રાખવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે 15 વર્ષ બાદ પહેલી વાર તાત્કાલિક અસરથી માર્ચ 2024 સુધી ઘઉંની સ્ટોક મર્યાદા લઈ લીધી છે જેને કારણે ઘઉંના ભાવો નહીં વધે. સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમની નીચે પહેલા તબક્કામાં જથ્થાબંધ ગ્રાહકો અને વેપારીઓને કેન્દ્રીય પૂલમાંથી 15 લાખ ન ટન ઘઉં વેચવાનો પણ વિચાર કર્યો છે.
ઘઉં સાથેજ સરકારે ઓએમએસએસ ની નીચે ચોખા બજારમાં રિલિઝ કરવાનો પણ નિર્ણય લીધો છે જોકે તેનું પ્રમાણ પાછળથી નક્કી કરવામાં આવશે.
સરકારે ખાંડની વધુ નિકાસને મંજૂરી કરવા પરવાનગી આપી નથી. સરકારના આ નિર્ણયને કારણે દેશમાં ખાંડનો પુરવઠો પણ જોઈએ ત્યારે મળી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.