કેન્દ્ર સરકારે આટલી બધી રાષ્ટ્રીય સંપત્તિઓનું સજઁન કરી આપવા બદલ ભારતનાઓ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો આભાર માનવો જોઈએ એવું સૂચન શિવસેના સાંસદ સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં રોકઠોક કોલમમાં કર્યુ છે.
રાઉતે લખ્યું છે કે જો જવાહરલાલ નેહરુ દ્નારા આ સંપત્તિ નું સજઁન ન થયું હોત તો સરકાર મોનેટાઈઝેશન શાનું કરત ? વધુમાં રાઉતે જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંધ નહેરુ એ કિવટ ઈન્ડિયા ચળવળમાં ભાગ નહોતો લીધો જયારે કે નહેરુ લડનાર મોરચે અગ્રીમ હરોળમાં હતા અને વષઁનો જેલવાસ પણ ભોગવ્યો હતો.
https://www.youtube.com/watch?v=hzmxsmNIPsE&t=3s
જવાબમાં ભાજપનાં નેતાએ કહયું કે શિવસેના સત્તાના નશામાં કોંગ્રેસના વખાણ કરતી વખતે ભૂલી જાય છે કે વર્ષ સુધી તેમણે આ જ કોંગ્રેસ નો વિરોધ કર્યો હતો. તેથી સામનાનો લેખ જવાબ આપવા લાયક નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.