રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે જઈ રહ્યાં છે. જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે અને મોડી સાંજે અમદાવાદ પરત ફરશે. મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલની નવા CM તરીકે વરણી તેમના સમર્થકો અને કાર્યકરોમાં પણ નવી આશાનો સંચાર થયો છે.
આવતા સપ્તાહે વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની PM મોદી અને અમિત શાહ સાથેની આજની મુલાકાત પણ મહત્વની બની રહેશે. મહત્વનું છે કે ગુજરાતમાં નો રિપીટ થીયરીના ભાગરૂપે આખી રૂપાણી સરકારને ભાજપના હાઈકમાન્ડે ઘર ભેગી કરી દીધી છે. નવી સરકારમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. અને મોટા ભાગના બધા જ મંત્રીઓએ પોતાના વિભાગનો પદભાર પણ સંભાળી લીધો છે.
https://www.youtube.com/watch?v=d5cyIgay-h0
11:30 કલાકે ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ બપોરે 12 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરશે. ત્યાર બાદ સાંજે 6 વાગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સાથે શુભેચ્છા મુલાકાત કરી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્લીથી પરત રાત્રે અમદાવાદ આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.