અમદાવાદમાંથી ચોરાતી બાઈકનું કનેક્શન દાહોદ પહોંચ્યું

રાજ્યમાં (STATE) ચોરીનું (THEFT) પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ખાલી ઘર (HOME) અને પાર્કિંગમાં (PARKING) પડેલા વાહનોને ઉઠાવીને લઇ જવાનું કામ મોટાપાયે થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં (AHMEDABAD) મોટા પાયે રેસિંગ બાઈકની (RACING BIKES) ચોરી થઇ રહી હતી. ત્યારે તેનું કનેક્શન દાહોદ (DAHOD) સુધી પહોંચ્યું છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી રેસિંગ બાઈક ની ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. આ ગેંગ પાસેથી એક નહીં , બે નહીં પરંતુ કુલ સાત રેસિંગ બાઈક પકડાઈ છે. આ જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર દાહોદ એલસીબીએ લીમડીના દેપાડા પાસેથી બે યુવકોની અટકાયત કરી છે.

અમદાવાદ વિસ્તારના વાસણા , રામોલ અને સિટીલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી ૭ બાઈકો સાથે ઝડપી પાડયા છે. ઝાલોદ તાલુકાના પારેવાનાં શૈલેશ ડામોર અને પડતીયાનાં સુનીલ કટારાની ઝડપી પાડ્યા છે.

બંને યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ બાઈક ૪ જેટલી R15 , અને ૩ જેટલી બજાજ પ્લસ ઝડપી પાડી છે. ૭ બાઈક સહિત કુલ ૩,૭૫,૦૦૦ નો મુદામાલ ઝડપાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.