અરે બાપ રે…આ દેશ તેના નાગરિકોને કહ્યું કે આ ફોન તાબડતોડ ફેંકી દેજો.

લિથુઆનિયા ના સંરક્ષણ મંત્રાલયે ગ્રાહકોને ચીની બનાવટનાં ફોનની ખરીદીથી દૂર રહેવા અને જો આવો કોઈ ફોન હોય તો ઝડપથી તેના થી છુટકારો મેળવવાની સલાહ આપી છે. સરકારના ધ્યાને આવ્યું છે કે ચીની બનાવટનાં ફોન સેન્સરશિપની ઈનબિલ્ટ ક્ષમતા ધરાવે છે.

લિથુઆનિયાની રાજય સંચાલિત સાઇબર સિકયુરિટી એજન્સીનાં જણાવ્યાં મુજબ ચીનની સ્માર્ટ ફોન કંપની શાઓમી કોપોરેશન દ્નારા યુરોપમાં જે ફોનનું વેચાણ થઇ રહ્યું છે તે “ફી તેબેટ” જેવા શબ્દોને આપણે ડિટેકટ કરીને સેન્સર કરે છે.

યુરોપીય સંધ વિસ્તાર માટે શાઓમી દ્નારા આ પ્રકારે સેન્સર કરી શકે તેવું ફોન સોફટવેર બંધ કરેલી હાલતમાં હોય છે. પરંતુ તે સોફટવેરને દૂર બેઠા ગમે ત્યારે ઓપરેટિવ કરી શકાય તેમ છે.

ચીને ગયાં મહિને માંગણી કરી હતી કે લિથુઆનિયાની બેઈજિંગમાંથી તેનાં રાજદૂતને પાછા બોલાવી લે. તાઈવાને જાહેરાત કરી છે કે તેનાં લિથુઆનિયાની ખાતે આવેલાં દૂતાવાસને તે તાઈવાનનાં પ્રતિનિધિનાં કાયાઁલય જાહેર કરશે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=72s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.