દેશની સૌથી વધારે વેચાતી હિરો સ્પ્લેન્ડર બાઈક થઈ મોંધી, જાણો શું છે ભાવ..

હિરો બાઇક ખરીદનારાઓની એ હવે વધારે રૂપિયા ચૂકવવા પડશે. જો તમે સ્પ્લેન્ડર સિરીઝની કોઈપણ બાઈક ખરીદવા માંગતા હો તો આ બાઈક માટે હવે તમારે વધુ રૂપિયા ચૂકવવા પડશે. કંપનીએ હવે સ્પ્લેન્ડર સહિત અન્ય હીરો બાઈક ની કિંમત માં વધારો કર્યો છે.

૨૦ સપ્ટેમ્બરના રોજ આ નવા ભાવ લાગુ થઈ ગયા છે. હીરો સ્પ્લેન્ડર ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતું મોડેલ છે. નવી યાદી મુજબ Ismart ડ્રમ/ એલોયની કિંમત ૬૮,૬૫૦ રુપિયા વધારીને ૬૯,૬૫૦ રુપિયા કરવામાં આવી છે. જ્યારે સ્પ્લેન્ડર પ્લસ/ડ્રમ/એલોયની કિંમત ૬૬,૦૫૦ રુપિયાથી વધારીને ૬૭,૧૬૦ રુપિયા કરવામાં આવી છે..

https://www.youtube.com/watch?v=5y4slk8mwAE

એ જ રીતે, સ્પ્લેન્ડર પ્લસ બ્લેક અને એક્સેન્ટ સેલ્ફ/ડ્રમ/એલોયની કિંમત રૂ ૬૭,૨૬૦   થી વધારીને રૂ૬૮,૮૬૦  કરવામાં આવી છે. સુપર સ્પ્લેન્ડર ડિસ્ક/એલોયની નવી કિંમત રૂ ૭૭,૬૦૦  થઈ ગઈ છે. સુપર સ્પ્લેન્ડર ડ્રમ/એલોયની કિંમત હવે ૭૨,૬૦૦  રૂપિયાથી વધારીને ૭૩,૯૦૦  રૂપિયા કરવામાં આવી છે.

વર્ષની શરૂઆતમાં, હીરો મોટોકોર્પે તેના સ્પ્લેન્ડર પ્લસ અને પેશન પ્રોની લગભગ ૧૦૦  મિલિયન આવૃત્તિઓ બજારમાં ઉતારી હતી. સ્પ્લેન્ડર પ્લસ ૯૭  સીસી એન્જિન સાથે આવે છે જ્યારે પેશન પ્રો ૧૧૩  સીસી સિંગલ સિલિન્ડર એન્જિનથી સજ્જ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.