દેશનું સૌપ્રથમ “મેડ ઇન ઇન્ડિયા” એરક્રાફ્ટ આજથી ઉડાન ભરવાનું છે. આ એરક્રાફ્ટની અરુણાચલ પ્રદેશના દુર દુરના અંતરિયાળ સ્થળો પર વાહન વ્યવહાર માટે શરૂઆત કરવામાં આવી છે.અને સૌ પ્રથમ ભારતમાં બનેલા આ બિન લશ્કરી એરક્રાફ્ટ આજથી શરુ થશે. ભારતીય ઉડ્ડયન ઇતિહાસમાં આ ઘટનાની નોંધ લેવાશે કારણકે આ એરક્રાફ્ટના કારણે ભારતના પૂર્વીય વિસ્તારોમાં વાહન વ્યવહાર વધશે. આ ડોર્નીયર એરક્રાફ્ટ 17 વ્યકતિઓના બેસવાની ક્ષમતા ધરાવે છે. આ એરક્રાફ્ટના કારણે અરુણાચલ પ્રદેશના પાંચ અંતરિયાળ ગામ અને આસામના દિબ્રુગઢ વચ્ચે વ્યવ્હાર થશે.
મીનીસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા આ સ્કીમને મંજુરી આપતા જણાવવામાં આવ્યું છેકે એર કનેક્ટીવીટી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધારે જરૂર પડશે તો આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડના મેઈડ ઇન ઇન્ડીયા ડોર્નીયર Do-228 આસામના દીબૃગઢથી અરુણાચલના પાસાઈઘાટ ખાતે કનેક્ટ થશે અને આ ઓપરેશન માટે આસામના લીલાબરી ખાતે FTO ફ્લાયિંગ ટ્રેનીંગ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવામાં આવી છે.
બંને કાર્યક્રમોમાં સિવિલ ઉડ્ડયન મંત્રી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને આસામ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ, હિમંતા બિસ્વા સરમા અને પેમા ખાંડુ પણ હાજર રહેશે. એચએએલના સૂત્રોના જણાવ્યા અનુસાર, એસી કેબિન સાથેનું 17-સીટર નોન-પ્રેશરાઇઝ્ડ ડોર્નિયર 228 દિવસ અને રાત્રી કામકાજ માટે સક્ષમ છે.અને લાઇટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પૂર્વોત્તર રાજ્યોમાં પ્રાદેશિક જોડાણની સુવિધા આપશે.
આ બે એરક્રાફ્ટ ગયા ગુરુવારે એલાયન્સ એરને સોંપવામાં આવ્યા હતા અને એકને એલાયન્સ એર માટેનું સૌથી નવું હબ ડિબ્રુગઢ એરપોર્ટ પર ખસેડવામાં આવ્યું છે.ચીન અને મ્યાનમાર સરહદોની નજીકના વિસ્તારો સહિત પૂર્વ અરુણાચલ પ્રદેશના દૂરના સ્થળોએ હવાઈ જોડાણ આપવા માટે એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે. ભારતીય વાયુસેના દ્વારા જાળવવામાં આવેલ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ્સ (ALG) નો ઉપયોગ ઉતરાણ માટે કરવામાં આવશે.
ડોર્નિયર એ મૂળ જર્મન એરક્રાફ્ટ છે જે 1990ના દાયકાની શરૂઆત સુધી ભારતના 100થી વધુ એરપોર્ટ પર સેવા આપવા માટે લાંબા સમયથી નિષ્ક્રિય પ્રાદેશિક એરલાઇન વાયુદૂત દ્વારા સૌપ્રથમ તૈનાત કરવામાં આવ્યું હતું અને 1981માં, એચએએલએ ઉત્પાદકો પાસેથી એરક્રાફ્ટનું ઉત્પાદન લાઇસન્સ મેળવ્યું અને તેમાંથી 125ને તેની સુવિધામાં નાગરિક અને લશ્કરી બંને હેતુઓ માટે એસેમ્બલ કર્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.