લોકો પોતાની સુવિધા માટે ઘરે બેસીને ઓનલાઈન જરૂરી સામાન ઓર્ડર કરે છે, પણ એક વ્યક્તિએ જે ઓર્ડર કર્યું, તેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. મહારાષ્ટ્રમાં કુરિયર કંપનીમાં આવેલા 3 જુદા-જુદા પાર્સલોના અંદરથી 97 તલવાર, 2 ચાકુ અને 9 મ્યાન મળ્યા છે અને ત્યાર બાદ પિંપરી ચિંચવડ પોલીસે 4 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે.
મળતી માહિતી મુજબ DTDC નામની કુરિયર કંપનીમાં કર્મચારીઓને બે બોક્સ પર શંકા થઇ હતી, તેમને તેની માહિતી કંપનીના રીઝનલ મેનેજર રંજીત કુમાર સિંહને આપી હતી, ત્યાર બાદ મેનેજરે તરત જ પોલીસને સૂચના આપી હતી. પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યારે બંને શંકાસ્પદ બોક્સની સ્કેનીંગ કરવામાં આવી અને શંકા વધી તો બોક્સને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
બંને બોક્સ ખુલતા જ પોલીસની ટીમ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી. કેમ કે, આ બંને બોક્સમાં 92 તલવાર, 2 ચાકુ અને 9 મ્યાન મળ્યા હતા, ત્યાર બાદ કુરિયર મોકલનાર ઉમેશ સુધ (40 ગ્રીન એવેન્યુ, અમૃતસર, પંજાબ) અને પાર્સલની ડિલીવરી લેનાર અનિલ હોન વિરુદ્ધ કેસ નોંધાયો છે.અને આરોપી મહારાષ્ટ્રના ઔરંગાબાદનો રહેવાસી છે.
પોલીસના મુજબ, એક કોથળીની અંદર મૂકેલી અન્ય 5 તલવારો પણ પોલીસની ટીમને મળી છે, જે મનીન્દર ખાલસા ફોર્સ દ્વારા અમૃસરમાં રહેતા આકાશ પાટીલના એડ્રેસ પર મોકલાવી હતી. આ તલવારોને ગેર કાયદેસર હથિયારોના જથ્થાના સ્વરૂપે રાજ્યમાં થનારી ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. અને પોલીસના અનુસાર પ્રાપ્ત થયેલા હથિયારોની કુલ કિંમત 3 લાખ 22 હજાર રૂપિયા છે.
મળેલી માહિતી મુજબ આના પહેલા પણ આવા હથિયાર કુરિયર કંપનીના માધ્યમથી બીજા શહેરોમાં મોકલવવામાં આવ્યા હતા અને હવે પોલીસ એ વાતના તપાસમાં લાગી ગઈ છે કે, આની ખરીદી કોને કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.