રીઢા ગુનેગારો ની શાન ઠેકાણે લાવવા ઘણી વખત પોલીસ આવા ગુનેગારો નું જાહેર માં સરઘસ કાઢી લોકો માં તેઓનો ડર દૂર કરવાનો પ્રયત્ન કરે છે તેવે સમયે રાજકોટમાં આરોપીનું સરઘસ કાઢી માર મારનારા પોલીસકર્મીઓ સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે અને હાઇકોર્ટે આરોપીનું સરઘસ કાઢી માર મારનારા પોલીસકર્મીઓ ને રૂપિયા દસ-દસ હજારનો દંડ ફટકાર્યો છે
જોકે, આવા પોલીસ ના બચાવમાં આવેલા સીનિયર એડવોકેટે કોર્ટને કહ્યું હતું કે, આ તમામ પોલીસ કર્મીઓ સબ ઇન્સપેક્ટર અને કોન્સ્ટેબલ કક્ષાના હોઈ તેઓ આટલો મોટો દંડ ભરવા સક્ષમ નથી તેથી તેમને ઠપકો આપીને દંડમાંથી માફી આપવામાં આવે તેવી વિનંતી કરતા ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે ટકોર સાથે ચીમકી આપી હતી કે આ દંડની આ રકમ ભરી દો અથવા અમે ચાર્જ ફ્રેમ કરીશું તો પછી કેસ ચાલશે ને સજા થશે.
રાજકોટમાં 2017માં એક રીઢા આરોપીને પકડી તેનું જાહેરમાં સરઘસ કાઢવા અને માર મારવાના આક્ષેપ સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સામે હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી અને ધરપકડ બાદ આરોપી સાથે કાનૂની કાર્યવાહી કરવાના બદલે તેના પર પોલીસ કસ્ટડીમાં અત્યાચાર થયો હોવાની ફરિયાદ હાઇકોર્ટમાં કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટે જવાબદાર પોલીસકર્મીઓ દંડ ભરવા હુકમ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.