ભાવનગરમાં ઘરકંકાસના કારણે અલગ રહેતી પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટ આપી આ સજા….

નવ માસ પુર્વે ગારિયાધારના માંગુકા ગામે ઘરકંકાસ અને આંતરિક ઝઘડાના કારણે અલગ રહેતી પત્નીની હત્યા કરનાર 65 વર્ષીય વૃધ્ધ પતિને હત્યાના ગુન્હામાં તકસીરવાન ઠેરવી અને ભાવનગરની કોર્ટે આરોપીને આજીવન કેદ ફ્ટકારી હતી.

બનાવની વિગત મુજબ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંગુકા ગામે રહેતા 65 વર્ષીય વૃદ્વ જીવરાજ જાદવ રાઠોડને તેના પત્ની તેજુબેન વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલતુ હોવાથી બંને એકબીજા આ ગામમાં જ અલગ અલગ મકાનમાં રહેતા હતા. દરમિયાનમાં ગત તા.14 સપ્ટેમ્બર,2021ના રોજ રાત્રીના સુમારે તેજુબેન પરિવાર સાથે સુતા હતા. ત્યારે,પતિ જીવરાજ રાઠોડે છરી સાથેે ધસી આવી પત્ની પર આડેધડ છરીના ઘા મારી લોહીયાળ ઈજા પહોંચાડી હતી.

આ વેળાએ તેજુબેનએ દેકારો કરતા તેમની પૌત્રી રેશમા જાગી જતાં હુમલાખોરે રેશમાને પણ છરીના ઘા ઝીંકી ઈજા પહોચાડી હતી અને જયારે,ઘરના તમામ સભ્યો જાગી જતાં હુમલાખોર નાસી ગયો હતો.જયારે,હુમલામાં ઈજાગ્રસ્ત મહિલા તેજુબેનનું મોત થતાં બનાવ હત્યામાં પરિણ્મ્યો હતો.બનાવ અંગે મૃતકના સંબંધી સબંધી તુલસીભાઈ રામજીભાઈ રાઠોડ(રહે.માંગુકા)એ ગારિયાધાર પોલીસ મથકમાં જીવરાજ જાદવ રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કો.ક.302, 324 તથા જી.પી.એકટ-135 મુજબનો ગુન્હો નોંધ્યો હતો. આ આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ મનોજ જોષીની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વિગેરે ગ્રાહ્ય રાખી આરોપી જીવરાજ જાદવ રાઠોડ સામે ઈ.પી.કો.ક.302 મુજબ તકસીરવાન ઠરાવી આજીવન કેદ તથા રોકડ રૂ.10 હજારનો દંડ તથા ઈ.પી.કો.ક.324 મુજબના ગુન્હા સબબ આરોપીને ૨ વર્ષની સજા અને રોકડા રૂ.3 હજારનો દંડ, જી.પી.એકટ-135 મુજબના ગુન્હા સબબ આરોપીને 3 માસની કેદ અને રોકડા રૂ.100નો દંડ ફ્ટકાર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.