ઈંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ આઈસીસી પાસે પહોંચ્યું,બોર્ડને ચાર કરોડ પાઉન્ડનું નુકસાન.

ભારતીય ટીમે કોરોનાનાં કારણે માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે સિરિઝની આખરી અને પાંચમી મેચમાં રમવાનો ઈન્કાર કરી દીધા બાદ ક્રિકેટ જગતમાં તેને લઈને વિવાદ જાગ્યો છે અને આ ટેસ્ટ મેચ માટે હજી સુધી નિર્ણય નહીં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ આઈસીસીને પત્ર લખ્યો છે.

તેના કારણે મનાઈ રહ્યું છે. આ ટેસ્ટ મેચને લઈને ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ વચ્ચે સંમતિ સધાઈ નથી. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પણ આ અહેવાલને સમર્થન આપતાં કહ્યું છે કે, અમે આઈસીસીને એક પત્ર લખ્યો છે.આ મામલમાં આઈસીસી થકી ઈંગ્લેન્ડ સમાધાન થાય તેવું ઈચ્છે છે.

ઈંગ્લેન્ડને આશા છે કે, પાંચમી ટેસ્ટ રમવાનો ઇનકાર કર્યો હોવાથી આ ટેસ્ટ ભારત હારી ગયું છે તેવું જાહેર કરવામાં આવે. કારણ કે મેચ રદ થયેલી જાહેર થશે તો ઈંગ્લેન્ડ બોર્ડને ચાર કરોડ પાઉન્ડનું નુકસાન જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.