ભારતીય ક્રિકેટ ટીમના ગબ્બર શિખર ધવન હાલમાં IPL 2022માં પંજાબ કિંગ્સ ટીમ સાથે રમતા જોવા મળે છે. રિપોર્ટ્સનું માનીએ તો શિખર ધવન ટૂંક સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનો ઝંડો લહેરાવતો જોવા મળશે.અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શિખર ધવને એક મોટી ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે, જેની વિગતો હજુ સુધી જણાવવામાં આવી નથી.
એક સૂત્રએ જણાવ્યું કે, “શિખર ધવનમાં કલાકારો માટે ઘણું સન્માન જોવા મળે છે. જ્યારે તેને એક ફિલ્મનો ભાગ ઓફર કરવામાં આવ્યો અને ત્યારે તે ફિલ્મ કરવા માટે ઘણો ખુશ જોવા મળ્યો. મેકર્સને લાગ્યું હતું કે તે ફિલ્મના તે ભાગ માટે પરફેક્ટ છે. એવામાં જયારે મેકર્સે શિખર ધવનને રોલ માટે ઓફર કરી તો તે ના કહી શક્યો નહી.અને ગત મહીને જ શિખર ધવનને આ રોલ ઓફર કરવામાં આવ્યો. આ કોઈ કીમિયો રોલ નથી. ફિલ્મમાં શિખરનો મહત્વપૂર્ણ રોલ હશે. આ વર્ષે ફિલ્મ રિલીઝ થવાની સંભાવના છે.
શિખર ધવનને ભારતીય ફિલ્મો પસંદ છે. જાન્યુઆરી મહિનામાં શિખર ધવને અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’નો એક ડાયલોગ બોલ્યો હતો, જેના પર તેણે રીલ પણ બનાવી હતી. શિખર ધવન આ ડાયલોગ એકદમ સ્પષ્ટ રીતે બોલ્યો હતો. શિખર ધવનને આ અવતારમાં જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા. અલ્લુ અર્જુનની ફિલ્મે 300 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર હિટ હોવા ઉપરાંત, તે OTT પ્લેટફોર્મ પર પણ ઘણું જોવા મળ્યું હતું.અને તે વર્ષ 2021ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.
ડિસેમ્બર 2021માં શિખર ધવને રણવીર સિંહ સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો. રણવીર સિંહને તેની ફિલ્મ ’83’ માટે અભિનંદન. આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવનો રોલ કર્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું હતું. આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપ પર આધારિત હતી અને શિખર ધવન જ્યારે રણવીર સિંહને મળ્યો ત્યારે તે ઘણો ખુશ હતો. તેણે ફિલ્મની સફળતા માટે અભિનેતાને અભિનંદન પાઠવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.