ક્રિકેટર નશાની લતમાં પોતાનું જીવન બરબાદ કરતો હોવાનું સામે આવ્યું , માતાએ આપવિતી કહી.

હાલમાં જ NCB એ શાહરૂખ ખાનના(SHAHRUKH KHAN) પુત્ર આર્યન ખાનની(ARYAN KHAN) નું ડ્રગ્સ(DRUG) કેસમાં ધરપકડ કરી છે. ત્યારથી દેશમાં નશાના વેપારીને લઈને અનેક મોટા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.હવે ગુજરાતના(GUJARAT) રાજકોટમાં(RAJKOT) નશાનો મોટો વેપાર ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે.

રાજકોટનો એક ક્રિકેટર નશાની લતમાં પોતાનું જીવન બરબાદ કરતો હોવાની વાત સામે આવી છે. નશાની લતમાં આ ક્રિકેટ ધર છોડીને ચાલ્યો ગયો હતો. આ મામલે ક્રિકેટરની માતાએ આપવિતી જણાવી હતી.

ક્રિકેટની માતાએ વાતચીતમાં જણાવ્યું કે , મારા દીકરાએ મને એક વાર કહ્યું પણ હતું કે, મમ્મી મને આ ડ્રગ્સની લતમાંથી છોડવા. જે બાદ હું કમિશ્નર પાસે ગઇ હતી. પરંતુ તેમની સાથે મુલાકાત થઈ શકી ન હતી. મેં પોલીસને વારંવાર જાણ કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મારો દીકરો એક પત્ર લખીને ધર છોડીને ચાલ્યો ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.