સાંસદ ને કોરોના થતાં યુવકે લખ્યું “RIP IN ADVANCE” લખતાં ની સાથે નોંધાયો ગુનો .

ભરૂચ જિલ્લા સાંસદ કોરોના પોઝીટીવ થતા તેમને અમદાવાદ સારવાર અર્થે લઈ જવાયા હતા.તે અરસામાં સાંસદ વહેલા સ્વાસ્થ થઈ ઘરે પરત ફરે તેવી ભાજપ જિલ્લા મંત્રીએ પોસ્ટ કરી હતી. જેમાં નેત્રંગના એક વિધર્મી યુવકે RIP IN ADVANCEની કોમેન્ટ કરતા નેત્રંગ પોલીસ મથકમાં યુવક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.

સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતા સમર્થકોમાં રોષ;
નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ વસાવાએ આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ 20મેના રોજ બીજેપી જિલ્લા મંત્રી ભાવના રાજેશ પંચાલે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવાનો ફોટો અપલોડ કરી તેઓ જલદી સાજા થાય અને જનતાની સેવા કાર્યમાં પાછા જોડાઈ આ લખાણ લખ્યું અને પોસ્ટ કરી હતી. જે પોસ્ટમાં તેના ફેસબુક મિત્ર નેત્રંગનો સાહિલ પઠાણએ અંગ્રેજી ભાષામાં RIP IN ADVANCE લખી કોમેન્ટ કરી હતી.જે કોમેન્ટ વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવનતું વસાવાને ધ્યાન ઉપર આવતા તેમણે નેત્રંગ તાલુકાના ભાજપાના સંગઠનના સભ્યો અને હોદ્દેદારોને લઈ પોલીસ ફરીયાદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.