વીડિયોમાં આજકાલ એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાગડો ડીલેવરી ડ્રોન પર હુમલો કરે છે. જેના પછી લોકો હેરાન અને યુઝર્સ પોતાનું રિએક્શન આપતા થઈ ગયા છે.શૂટિંગ થી લઇને સુરક્ષા સુધી બધી જ જગ્યાએ પર ડ્રોનનો ઉપયોગ થાય છે.
નિષ્ણાતો અનુસાર ડ્રોનનાં અવાજથી ડ્રોનના પાંખિયાથી પક્ષીઓ ડરી જાય છે. હાલમાં જ કઈક આવી જ ધટના સામે આવી છે. આ મામલો ઓસ્ટ્રેલિયાનો છે. જયાં એક ફુડ ડિલીવરી ડ્રોન પર એક કાગડાએ હુમલો કરી દીધો.
સોશિયલ મીડિયામાં વાયરલ વિડિયો આ સપ્તાહનો છે. જયાં હવામાં ઉડતા ડ્રોનને જોઈને કાગડાએ હુમલો કરી દીધો. જે પછી કઈક એવું થયું કે લોકો હેરાન થઈ ગયાં.
જે પછી તે પોતાના ઓર્ડરની રાહ જોઈ રહ્યાં હતા. અને આકાશમાં નજર નાખી તો જોયુ કે એક કાગડાએ ડ્રોન પર હુમલો કર્યો.વાયરલ વિડિયોને લઈને જણાવવામાં આવી રહ્યું છે એક વ્યક્તિએ એર ડિલિવરી થી ફૂડ ઓર્ડર કર્યુ હતુ.
કાગડો ડ્રોન પર તેની ચાંચથી વારંવાર હુમલો કરી રહ્યો હતો. જો કે, જ્યારે તેને સમજાયું કે ડ્રોનને તેના હુમલાથી કઈ ફરક નથી પડતો, ત્યારે તે ત્યાંથી ઉડી ગયો. આ દરમિયાન હાજર વ્યક્તિ આ ક્ષણને પોતાના મોબાઇલમાં કેદ કરવામાં સફળ રહ્યાં. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘આ પ્રકારની સેવા શરૂ કરતા પહેલા આપણે આવા પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ.’
આ વીડિયોનું કેપ્શન આપતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, ‘CROW VS DROWN.’ આ અંગે પોતાનો ઘણા લોકોએ પ્રતિભાવ નોંધાવ્યો. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે ‘વિંગ’ સાથે ભાગીદારીમાં, ગૂગલે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં એર ડિલિવરી સેવા શરૂ કરી છે. જેમાં ડ્રોન ડિલિવરીમાં કોફી, ખોરાક, દવા અને હાર્ડવેર વસ્તુઓ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.