આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ની તારીખ નકકી , આ તારીખે યોજાઈ શકે છે સમિટ..

દેશ-વિદેશના રોકાણકારો ની ગુજરાતમાં(GUJARAT) રોકાણ(INVESTMENT) કરવા માટે આકર્ષવા માટે યોજાતી વાઈબ્રન્ટ સમિટને(VIBRANT SUMMIT) લઈને મોટા સમાચાર સામી આવી રહ્યાં છે. જેમાં ૨૦૨૧ માં રજૂ થયેલ દસમી વાઇબ્રન્ટ સમિટને જાન્યુઆરી ૨૦૨૨માં(JANUARY 2022) યોજવા માટેની તારીખ નક્કી કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત વાઈબ્રન્ટ સમિટને લઈને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તારીખ નક્કી કરવામાં આવી છે. આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે.

https://www.youtube.com/watch?v=Dyw-X40q6kY

છેલ્લે ૨૦૧૯માં ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે જ વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાયો હતો. ૧૮ થી ૨૦ જાન્યુઆરી સુધી આ ઈવેન્ટ ચાલી હતી. જેમાં સમિટમાં સરકારે ટ્રેડ અને એક્સપોર્ટને પ્રાથમિકતા આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.