ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ થઇ જાહેરાત, આ તારીખે થશે મતદાન…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 6ઠ્ઠી ઓગસ્ટે મતદાન થશે અને મતગણતરી પણ 6ઠ્ઠી ઓગસ્ટે થશે.તમને જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે 5 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ 19મી જુલાઈના રોજ નોમિનેશન થશે અને 20મી જુલાઈએ સ્ક્રુટીની થશે. ફોર્મ ભર્યા બાદ ઉમેદવારો 22 જુલાઈ સુધી પોતાનું નામ પરત ખેંચી શકશે.

જાણી લો કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે મતદાન થશે અને મતદાનનો સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે. આ સિવાય મતગણતરી પણ તે જ દિવસે એટલે કે 6 ઓગસ્ટે થશે.ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.