અલંગમાં 4 શ્રમિકના મોતથી રાષ્ટ્ર સુરક્ષાને સામે સવાલ ઉઠે તેવો મામલો બહાર આવ્યો

ભાવનગરના અલંગમાં શિપ બ્રેકીંગ કરવાનું કામ મોટાપાયે થાય છે. વર્ષોથી મોટા-મોટા જહાજોને અલંગમાં ભાંગવાનું કામ કરવામાં આવે છે. અલંગમાં શિપ બ્રેકીંગનું કામ કરવા માટે મજૂર અલગ-અલગ રાજ્યોમાંથી આવે છે. ત્યારે હવે અલંગમાં કામ કરતા મજૂરોને લઇને એક મોટો વિવાદ ઉભી થયો છે. અલંગમાં ઘણા મંજૂરો એવા છે કે તેમની પાસે ઓળખનો કોઈ પણ પ્રકારનો પૂરાવો નથી. ઓળખ પૂરાવાઓ વગરના મંજૂરોને લઇને રાષ્ટ્ર સુરક્ષાને લઇને પણ સવાલો ઉભા રહ્યા છે.

મહત્ત્વની વાત છે કે, કોઈ પણ કંપનીમાં વ્યક્તિને કામ પર રાખવામાં આવે છે ત્યારે કંપનીના સંચાલકો કામદારની પાસેથી તેના આધાર પૂરાવાઓની માગણી કરે છે. પણ અલંગમાં શિપ બ્રેકરો આધાર પૂરાવા માગ્યા વગર જ મજૂરોને કામ પર રાખતા હોવાનું પણ સામે આવ્યું છે. આ મજૂરોની પાસે કોઈ પણ પ્રકારના આધાર પૂરાવાઓ ન હોવાના કારણે તેઓ ક્યાંથી આવે છે, કેટલા સમયથી કામ કરે છે તેની કોઈ પણ વિગતો મળી શકતી નથી.

મહત્ત્વની વાત છે કે, અલંગમાં કામ કરતા ચાર મજૂરોના મોત થયા હતા અને ત્યારબાદ આ મજૂર કોણ છે અને તેવા વારસદાર કોણ છે તે બાબતેની ઓળખ માટે કોઈ પોરાવાઓ મળ્યા નહતા. આ ઉપરાંત આ મજૂરોના અંતિમ સંસ્કાર કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા તેની પણ માહિતી મળી શકી નથી. એવી પણ માહિતી મળી રહી છે કે, અલંગમાં 10 હજાર કરતા વધારે બિન ગુજરાતીઓ કામ કરી રહ્યા છે. ત્યારે આ મામલે એક્સલન્ટ યુવક મંડળ દ્વારા સવાલ ઉઠવામાં આવ્યો છે કે, આ પરિસ્થિતિના કારણે રાષ્ટ્રની સુરાક્ષા સામે પણ સવાલ ઉભા થઇ શકે છે. તેથી સરકાર દ્વારા અલંગમાં કામ કરતા તમામ લોકોના પૂરાવાઓની ખરાઈ કરવામાં આવે. કારણ કે, અલંગમાં કામ કરતા મોટા ભાગમાં મજૂરોની પાસે આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને રહેઠાણના પૂરાવા નથી.

મહત્ત્વની વાત છે કે, ભાવનગરના અલંગ ખાતે 1983થી 1984માં જહાજ ભાંગવાનું કામ શરૂ થયું હતું. અલંગમાં અત્યાર સુધીમાં 8000 કરતા વધારે જહાજો ભાંગી ચૂક્યા છે. અહિયાં જે બિનગુજરાતી મજૂરો કામ કરી રહ્યા છે તે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર તેમજ મધ્યપ્રદેશથી આવ્યા છે.

એક્સલન્ટ યુવક મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં હજારો મજૂરો કામ કરે છે. તે અલગ-અલગ રાજ્યમાંથી આપણા રાજ્યમાં કામ કરવા આવ્યા છે. તે આવકાર્ય છે અને તેમને રોજગારી મળે છે તે સારી વાત છે પણ અમારા સરવેમાં એવી માહિતી સામે આવી છે કે અનેક મજૂરોની પાસે કોઈ આધાર પૂરાવા નથી. ત્યારે અમારું કહેવાનું છે કે આ દરિયાઈ વિસ્તાર છે. એટલે કોઈ અસામાજિક તત્ત્વ કોઈ એવી પ્રવૃત્તિ કરીને અલંગમાં આવીને વસવાટ કરે તો પણ કોઈને ખ્યાલ ન આવે. ઘણા મજૂરો એવા છે કે તે વર્ષોથી અહિયાં રહે છે પણ તેમની પાસે પૂરાવા નથી. આ બાબતને ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત સરકાર ગંભીરતાથી લે અને આ ત્યારબાદ આ લોકોને કામગીરી કરવા દેવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.