જેસન રોયના જવાથી ગુજરાત ટાઈટન્સની ટીમને કોઈ ફરક પડશે નહીં જાણો આ પૂર્વ સ્પિનરએ કર્યો ખુલાસો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિન બોલર બ્રેડ હોગે જેસન રોયના IPL 2022માંથી પોતનું નામ પાછું ખેંચવા પર મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે જેસન રોયના IPLમાંથી નામ પાછું લેવાથી ગુજરાત ટાઈટન્સ ટીમમાં કોઈ ફરક પડશે નહીં. તેમના પ્રમાણે મુથ્યુ હેડ તેની જગ્યાએ ઓપન કરી શકે છે. જેસન રોય IPLમાં ગુજરાત ટાઈટન્સની ટીમનો હિસ્સો હતો પરંતુ તેણે આગામી સીઝનમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે.

જેસન રોય લાંબા સમયથી બાયો બબલનો ભાગ બનવા ઈચ્છતો ન હતો અને આ જ કારણે તે IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચવા માંગે છે. જેસન રોયને ગુજરાત ટાઈટન્સે IPL ઓક્શન દરમિયાન તેની બેઝ કિંમત 2 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ હવે તે IPLમાં નથી રમવા ઈચ્છતો અને તેના કારણે પોતાનું નામ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ પાછું ખેંચી લીધું છે અને ઘણા દિગ્ગજોનું કહેવું છે કે જેસન રોયના જવાથી ગુજરાતની ટીમ માટે ઓપનિંગની સમસ્યા ઉદ્દભવશે.જોકે બ્રેડ હોસ તેની સાથે કોઈ ઈત્તફાક નથી રાખતો અને કહ્યું કે જેસન રોયની જગ્યાએ મેથ્યુ વેડ ઓપન કરવામાં સક્ષમ છે.

આ વખતે IPLના મેગા ઓક્શનમાં દરેક ટીમે દરેક ક્રિકેટરોની બોલી લગાવી હતી અને ગુજરાત ટાઈટન્સ અને લખનૌ બે ટીમો નવી મેદાનમાં ઉતરી છે. ગુજરાત ટાઈટન્સની ટીમના કેપ્ટન તરીકે બોરડીયન બોય હાર્દિક પંડ્યાને પસંદ કરવામાં આવ્યો છે.અને આ સિવાય ટીમમાં શુભમન ગીલ, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સહા, રાશિદ ખાન, મહોમ્મદ શામી, ડોમનિક ડેરેક, વિજય શંકર, જયંત યાદવ અને રાહુલ ટેવટીયા જેવા ક્રિકેટરોને પસંદ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.