ડેપ્યુટી કલેક્ટરે કહ્યું યુવતીને મને ખુશ કરી દે , નહીં તો

સ્ત્રીની છેડતી (FEMININE TEASING) હાલ સૌથી મોટું દૂષણ (BIG CONTAMINATION) બનતું જાય છે.. કોઈ સામાન્ય માણસ કે અભણ વ્યક્તિ છેડતી કરતા હોય છે તેવી લોક સમજે છે. જો કે છેડતી અભણ વ્યક્તિ (ILLITERATE PERSON) કરે કે ભણેલો-ગણેલો વ્યક્તિ છેડતી ક્યારે પણ યોગ્ય હોઈ શકે નહીં.

પરંતુ જ્યારે સરકારનો ઉચ્ચ કક્ષાના અધિકારી યુવતીની છેડતી કરતાં ચકચાર મચી છે. અરવલ્લીના ડેપ્યુટી કલેક્ટર દ્વારા યુવતીને છેલ્લા એક વર્ષથી પરેશાન કરવામાં આવી રહી હતી જેથી કંટાળીને આખરે યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે અરવલ્લી કલેક્ટરે જણાવ્યું કે જો આરોપી ડેપ્યુટી કલેકટર મયંક પટેલ 24 કલાકથી વધુ કસ્ટડીમાં રહેશે. તો અટકાયતી પગલાં લેવાશે કલેક્ટરને મૌખિક જાણકારી મળી છે કે લેખીત જાણકારી મળ્યા પછી રાજ્ય સરકારને જાણ કરાશે. કલેકટર નરેન્દ્ર કુમારનું નિવેદન સામે આવ્યું છે.

મોડાસાનાં ડેપ્યુટી કલેકટર મયંક પટેલની પોલીસ દ્નારા ધરપકડ કરવામાં આવી છે. યુવતીને બીભત્સ ફોટો મોકલી હેરાન કરવાનો આક્ષેપ છે. યુવતીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનાર યુવતી સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.