બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈએ થિયેટર્સમાં રીલિઝ થઈ અને જે પ્રકારની આશા આ ફિલ્મ પાસેથી રાખવામાં આવી રહી હતી અને તે તેના પર ખરી ના ઉતરી શકી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ જાદુ ના ચલાવી શકી. મોટા-મોટા સ્ટાર્સની ટોળી સાથે આશરે 150 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ ફિલ્મ 5 દિવસોમાં 50 કરોડ કમાવામાં પણ નિષ્ફળ સાબિત થઈ છે અને પરિણામ એ આવ્યું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ અને દર્શકોને થિયેટર્સ સુધી ખેંચી લાવવામાં તે સંપૂર્ણરીતે નિષ્ફળ સાબિત થઈ.
હવે, તેના પર ફિલ્મના નિર્દેશક કરણ મલ્હોત્રાએ પોતાનું મૌન તોડતા એક ટ્વીટ કર્યું છે. તેણે પોતાના આ ટ્વીટમાં લખ્યું છે અને મારા પ્રિય ‘શમશેરા’, તમે જેવા છો તેવા જ પ્રભાવશાળી છો તેમજ મારા માટે આ મંચ પર પોતાને વ્યક્ત કરવું મહત્ત્વપૂર્ણ છે કારણ કે, અહીં એ જગ્યા છે જ્યાં તમારા માટે પ્રેમ, નફરત, ઉત્સવ અને અપમાન રહેલા છે.
કરણે આગળ લખ્યું, હું અકલ્પનીય રીતે માફી માગવા ઈચ્છું છું કે પહેલા થોડાં દિવસોથી હું કંઈ કહી નહોતો શકતો, કારણ કે હું નફરત અને ક્રોધને સંભાળી નહોતો શકતો અને મારું કમબેક મારી નબળાઈ હતી અને તેને માટે કોઈ બહાનું ના હોય, પરંતુ હવે હું અહીં તમારી સાથે ઊભો રહીને ગર્વ અને સન્માનિત અનુભવી રહ્યો છું કે તમે મારા છો.
તેણે આગળ લખ્યું કે, દરેક વસ્તુનો એકસાથે સામનો કરીશું, સારું ખરાબ અને કદરૂપું, શમશેરા પરિવાર, શમશેરાના કલાકારો અને ચાલક દળ માટે આ શોરબકોર, પ્રેમ, આશીર્વાદ અને ચિંતા જે અમારા પર વરસી રહ્યા છે અને તે છે સૌથી કિંમતી અને કોઈપણ તેને અમારાથી દૂર ના લઈ જઈ શકે.
‘શમશેરા’ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મમાં સંજય દત્તનું કેરેક્ટર એક પોલીસ ઓફિસરનું રહ્યું, જેનું નામ છે શુદ્ધ સિંહ. રણબીર કપૂરે ‘શમશેરા’માં ડબલ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં તેને એક એવા બાગીના કેરેક્ટરમાં દર્શાવવામાં આવ્યો છે જે ગરીબોની મદદ કરવા માટે ધનવાનોને લૂંટે છે અને જ્યારે, વાણી કપૂરે ડાન્સર સોનાનો રોલ પ્લે કર્યો છે. જોકે, ફિલ્મમાં રણબીર-સંજયની ટક્કર અને વાણી સાથે તેનો રોમાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.