બાળકો ઉપાડનારી ગેંગ સક્રિય થયાની ચર્ચા! ગુંદરણા ગામ નજીક ભગુડાની માનતા પુરી કરવા 2 શખ્સો સ્ત્રીવેશમાં પૈસા માંગતા ઝડપાયા

બાળકો ઉપાડનારી ગેંગ સક્રિય થયાની ચર્ચા! ગુંદરણા ગામ નજીક ભગુડાની માનતા પુરી કરવા 2 શખ્સો સ્ત્રીવેશમાં પૈસા માંગતા ઝડપાયા મહુવાના ગુંદરણા ગામે સ્ત્રીવેશમાં બે પુરૂષોને આજુબાજુના લોકોએ બાળકો ઉપાડનારી ગેંગ સમજીને પડકી લીધાં બાદ બગદાણા પોલીસને સોંપ્યા હતા બીજી તરફ બગદાણા પંથકમાં બાળકો પકડવાની ટોળકી સક્રિય થઈ હોવાનું ચર્ચા ફેલાઈ હતી જોકે બાદમાં પોલીસ તપાસમાં તેનાથી વિપરીત હકોકત સામે આવી હતી. મહુવા તાલુકાના ગુંદરણા ગામના મોક્ષધામ પાસે એક અજાણ્યો બાઈક ચાલક બે શંકાસ્પદ સ્ત્રીના કપડાં પહેલા વ્યક્તિઓને ઉતારી ગયા બાદ અહીંના દુકાનદારને તેઓએ ગામમાં જવાનો રસ્તો પુછ્યો હતો.
જેથી અહીં ઉપસ્થિત લોકોને શંકા જતાં તેઓએ ગામના સરપંચ, પુર્વ સરપંચ સહિતના આગેવાનોને આ મામલે જાણ કરી પોલીસને સોપ્યા હતા. ગામ લોકોને એવી શંકા છે કે શાળા છુટવાના સમયે આ લોકો અહીં આવ્યા હતા અને આ બાળકો ઉપાડવાની ટોળકીના સભ્યો છે. ગામના આગેવાનોએ તેની ઓળખ વિશે પુછ્યું ત્યારે તેઓ હૈદરાબાદ તરફના હોવાનું જણાવ્યું જે બાદ બગદાણા પોલીસ પાસે સમગ્ર મામલો આવ્યો હતો. પોલીસ તપાસમાં આ બંન્નેનું નામ મનુનાથ દેવનાથ માંગરોળિયા (રહે. વિજપડી) અને કાના વિરાભાઈ ખરડ (રહે. ઉપલેટા) હોવાનું ખુલ્યું હતું.
બંને એકબીજાના સંબંધીઓ છે અને ભગુડા એક માનતા પુરી કરવાની હતી પરંતુ તેમની પાસે પૈસા નહી હોવાથી તેમણે સ્ત્રીવેશમાં લોકો પાસે પૈસા ભેગા કરવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ તે પહેલા ગામ લોકોના હાથે ચડી જતાં ભાંડો ફુટ્યો હતો. ગામ લોકો સામે તથા પોલીસ સામે અલગ-અલગ નિવેદન આપનારા આ શખ્સો બાળકો પકનારી ટોળકીના સભ્યો છે અને તેની ઉંડી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે તેવું ગામ લોકોની માંગ છે જ્યારે બીજી તરફ બગદાણા પંથકમાં બાળકો પકડનારી કોઈ પણ ગેંગ સક્રિય થઈ નથી તેથી લોકોએ અફવામાં દોરાવું નહી તેવી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.