કૂતરાંએ 22 વર્ષીય યુવતીને અધધધ 800 બચકાં ભર્યાં

અમેરિકામાં 22 વર્ષીય યુવતી પર કૂતરાઓએ હુમલો કર્યો હતો. બે કૂતરાઓએ જેક્લીન ડૂરંડને 800 વાર બચકાં ભર્યાં હતાં અને જેનાથી તેનો ચહેરો ખરાબ રીતે વિકૃત થઈ ગયો હતો. આ હુમલામાં ઘાયલ જેક્લીનનો જીવ જતાં-જતાં માંડ બચ્યો હતો. એક સમયે જેક્લીનને એવું લાગ્યું કે, હવે તેનો બોયફ્રેન્ડ નાથન તેને છોડી દેશે. જોકે, નાથન સંપૂર્ણ સમયે જેક્લીનની સાથે જ રહ્યો હતો

જેક્લીને કહ્યું હતું કે, ”હકીકતમાં કૂતરાઓના માલિક ડો. જસ્ટિન બિશપ અને તેમની પત્ની એશલે કૂતરાઓની દેખભાળ માટે તેની હાયર કરી હતી. એક વાર એ કૂતરાઓને મળી ચૂકી હતી ત્યારે કૂતરાઓએ સામાન્ય વર્તન કર્યું હતું, પરંતુ ઘટનાવાળા દિવસે બન્ને કૂતરા તેના પર તૂટી પડ્યા અને તેને લોહીલુહાણ કરી નાખી હતી. અને ગયા વર્ષે ક્રિસમસ પહેલાં બનેલી દર્દનાક ઘટના અંગે જણાવતાં જેક્લીન ડૂરંડ કહે છે કે, ”મને લાગે છે કે, કૂતરાના હુમલાએ અમને વધુ નજીક લાવી દીધાં. જેક્લીને નાથનને પૂછ્યું કે, ”તું શું હજી પણ મારી સાથે રહેવા માંગે છે?” તેના જવાબમાં નાથને કહ્યું કે, ”હું અન્ય કોઈની સાથે રહેવા માંગતો નથી.” અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ્યારે નાથનને કેન્સરનો રોગ થયો ત્યારે જેક્લીને તેમની સારસંભાળ રાખી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.