ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડેઝ સેલ ચાલુ છે. આ સેલ 16 ડિસેમ્બરથી શરૂ થયો છે, જે 21 ડિસેમ્બર સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને ઘણી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલ શરૂ થતાની સાથે જ દરેકની નજર iPhone 13 પર છે. સેલ દરમિયાન iPhoneની કિંમતમાં ઘણો ઘટાડો થાય છે અને આ સેલમાં પણ iPhone 13 પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
iPhone 13ની લોન્ચિંગ કિંમત 69,900 રૂપિયા છે, પરંતુ તે ફ્લિપકાર્ટ પર 62,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. ફોન પર 9 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને આ સિવાય ઘણી બેંક અને એક્સચેન્જ ઑફર્સ પણ છે, જેના કારણે ફોનની કિંમતમાં વધુ ઘટાડો થઈ શકે છે.
જો તમે iPhone 13 ખરીદવા માટે Flipkart Axis Bankના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 3,150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, ત્યારબાદ ફોનની કિંમત 59,849 રૂપિયા થશે અને તે પછી એક્સચેન્જ ઓફર પણ છે.
iPhone 13 પર 17,500 રૂપિયાની એક્સચેન્જ ઑફર ઉપલબ્ધ છે અને જો તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરો છો તો તમને આટલી બધી છૂટ મળશે. પરંતુ 17,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ત્યારે જ મળશે જ્યારે તમારા ફોનની કન્ડિશન સારી હશે અને મોડલ લેટેસ્ટ હશે અને જો તમે સંપૂર્ણ છૂટ મેળવવાનું મેનેજ કરો છો, તો ફોનની કિંમત 42,349 રૂપિયા હશે. એટલે કે તમને ફોન પર લગભગ 27 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.