Tesla કારને ઓટોપાયલટ મોડમાં મૂકીને ડ્રાઇવર મુવી જોઈ રહ્યો હતો અને, પોલીસ વાહનને…

એલન મસ્કની ટેસ્લા કાર પોતાના આધુનિક ફીચર્સ અને શાનદાર કમ્ફર્ટના કારણે ઘણા લોકોની ડ્રીમ કાર બની ગઈ છે. જોકે વચ્ચે વચ્ચે ટેસ્લા કારો ક્રેશ થવાના સમાચાર પણ આવતા રહે છે. USAમા ફરી એક વખત ટેસ્લા કાર ક્રેશ થવાનો વીડિયો સામે આવ્યો છે. અમેરિકાના નોર્થ કેરોલિનાના ઑફિશિયલ્સે એક ડેશકેમ વીડિયો રેકોર્ડિંગ શેર કર્યો છે. આ વીડિયોમાં ઓટોપાયલટ મૉડમાં ચાલી રહેલી એક ટેસ્લા કાર હાઇવેના કિનારે ક્રેશ થતી દેખાઈ રહી છે. અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે નોર્થ કેરોલિના સ્ટેટ હાઇવે પર બે ઓફિસર એક સાથે ઊભા રહીને વાત કરી રહ્યા છે. આ દરમિયન એક ટેસ્લા કાર રોડના કિનારે ઊભા ઑફિશિયલ્સ પાછળથી આવી જાય છે.અને બંને ઓફિસર આ ઘટનામાં થોડા થોડા બચી જાય છે. ઇલેક્ટ્રિક કાર (E-Car) ત્યારબાદ મીલ માર્કર સાથે ટકરાઇ જાય છે અને થોડે વધુ દૂર ગયા બાદ બંધ થઈ જાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ Nash County Sheriff Keith Stonએ કહ્યું કે આ ઘટના ખૂબ જ ભયાનક રૂપ લઈ શકતી હતી.

સંયોગથી સ્ટેટ ટ્રુપરે ટાયર ઘસાવાનો અવાજ સાંભળીને અમારા ડેપ્યૂટીએ કાર માર્ગ પરથી પુશ કરીને બીજી તરફ કરી દીધી. મિનિટોમાં કોઈ એકનું મોત થઈ જતું કે કેટલાક અન્ય લોકોના મોત થઈ જતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયો ટેસ્લાની મોડલ S કાર દુર્ઘટનાગ્રસ્ત થવાનો છે. તેને દેવિન્દર ગોલી નામનો ડૉક્ટર ચલાવી રહ્યો હતો. એ વાતના આરોપ લાગી રહ્યા છે કે આ ઘટના એ સમયે થઈ જ્યારે દેવિન્દર ગોલી મોબાઈલમાં ફિલ્મ જોઈ રહ્યો હતો અને કાર ઓટોપાયલટ મોડમાં ચાલી રહી હતી અને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.

આ ઘટના થઈ ત્યારે અધિકારી કોઈ અન્ય એક્સિડેન્ટની તપાસ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ રશ ડ્રાઇવિંગનો કેસ બનતો નથી. આરોપી કારને ઇમરજન્સી ઓટો પાયલટ મોડમાં ચલાવી રહ્યો હતો. કાયદા મુજબ તે એક્સિડેન્ટ માટે જવાબદાર છે આ કારણે તેની ધરપકડ પણ થઈ નથી અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ રીતેની વધુ એક ઘટના ફ્લોરિડામાં થઈ હતી. જ્યાં એક પોલીસ વાહનને ટેસ્લા મોડલ 3 EVએ પાછળથી ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં પણ ટેસ્લા કયારે પોલીસના એક ઊભા વાહનમાં પાછળથી ટક્કર મારી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.