ભાજપમાંથી હાંકી કઢાયેલ પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું નેધરલેંડના સાંસદ ગિર્ટ વિલ્ડર્સ શરૂઆતથી જ સમર્થન કરી રહ્યા છે. ડચ સાંસદ ગિર્ટ વિલ્ડર્સ ઇસ્લામ અને મોહમ્મદ પયગંબર વિરુદ્ધ નિવેદનોને લઈને ચર્ચામાં છે. જેને કારણે તેમને સતત પાકિસ્તાન સહીત અન્ય દેશોમાંથી ધમકીઓ મળી રહી છે. હવે તેમણે ઇસ્લામ અને મોહમ્મદ પયગંબરને લઈને એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ કુરાન અને મોહમ્મદ પયગંબર સામે કેસ કરવા માંગે છે અને તેની પાછળનું તેમણે કારણ પણ જણાવ્યું.
ગિર્ટ વિલ્ડર્સએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘આપણે કુરાન અને મોહમ્મદ વિરુદ્ધ ફરિયાદ કરવાના પ્રયાસો કરવા જોઈએ અને અદાલતમાં સાબિત કરવું જોઈએ કે ભેદભાવ, અધીનતા, હિંસા અને અસહિષ્ણુતા તેમની વિચારધારાના મૂળમાં છે અને તેના વગર સમાજ વધુ સ્વતંત્ર બનશે અને માત્ર એક વિચાર.’ તેની સાથે તેમણે હેશટેગ #HindusUnderAttack પણ લખ્યું છે. આ પહેલા પોતાના ઇસ્લામ વિરોધી નિવેદનોને કારણે ગિર્ટ વિલ્ડર્સ કટ્ટરવાદીઓના નિશાને રહ્યા છે.
ગિર્ટ વિલ્ડર્સને તેમના નિવેદનોને કારણે ધમકીઓ મળવી હવે સામાન્ય થઇ ગઈ છે અને પહેલા પણ તેઓ આતંકીઓની હીટલીસ્ટમાં રહ્યા છે. પરંતુ, જ્યારથી, તેઓ નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા છે ત્યારથી તેમને મળતી ધમકીઓમાં વધારો થઇ ગયો છે અને ગિર્ટ વિલ્ડર્સ સતત પોતાને મળતી ધમકીઓને ટ્વીટ કરે છે. આ વખતે પણ તેમને એક વિડીયો દ્વારા ધમકી મળી છે, જેમાં તેમનો ફોટો છે અને તેના પર આગ સળગી રહી છે. જેના પર લખવામાં આવ્યું છે કે, ‘ ગિર્ટ વિલ્ડર્સને સજા આપો. અમે ક્યારેય માફ નહી કરીએ.” તેના પર ગિર્ટ વિલ્ડર્સએ પ્રતિક્રિયા આપતા લખ્યું, “તો આ તેમણે મને એટલા માટે મોકલ્યું છે કારણ કે મેં નૂપુર શર્મા અને હિન્દુત્વના સમર્થનમાં છું અને હિંસક અને સર્વાધિકારવાદી ઇસ્લામી કોન્સેપ્ટ ઈશનિંદાના વિરોધમાં ઉભો છું. પરંતુ હું આ પ્રકારની બર્બરતા સામે ઝૂકીશ નહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.