તાજેતરમાં જ રાજયમાં પ્રાથમિક શિક્ષકો એ અઠવાડિયામાં 45 કલાક કામ કરવું પડશે તેવો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેનો શિક્ષકોએ વિરોધ કરી રહ્યાં છે.
બપોરની શાળાનાં શિક્ષકો માટે 9.30 થી સાંજે 5.30 સમય નકકી કરવામાં આવ્યો છે. તો સવારેની શાળાના શિક્ષકો માટે 7.30 થી 3.30નો સમય કરવામાં આવ્યો છે.કામનાં કલાકો ધટાડો કરવામાં આવે તેવી માંગ કરી હતી.
જો કે આ માંગ તો શિક્ષણમંત્રીએ ફગાવી દિધી હતી. તેણે જણાવ્યું હતું કે, શિક્ષકોએ પણ ફરજિયાત 8 કલાક કામ કરવું પડશે.આઠ કલાકની હાજરીમાંથી શિક્ષકોને મુકિત નહીં મળે તેવું પણ શિક્ષણમંત્રી સ્પષ્ટ કરી દીધું છે.
https://www.youtube.com/watch?v=SfJEaFoUc2w&t=6s
પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે ભૂપેન્દ્ર સિંહને પત્ર લખીને મુદ્દે શિક્ષકોના કામના કલાકો ધટાડવા માટે માંગ કરી છે. સાથો સાથ જો શિક્ષકો નાં કામનાં કલાકો ધટાડવામાં નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.