ખેડામાં મોબાઇલમાં ગેમ રમવા માટેના ઝઘડામાં મોટા ભાઇએ નાના ભાઇનો જીવ લીધો

લગભગ આપણે દરેકે આપણા નાનપણમાં સાંભળ્યું જ હશે કે, વિજ્ઞાન જીવન માટે જેટલું વરદાનરૂપી છે તેટલું જ અભિશાપ રૂપ પણ છે. આજે વિજ્ઞાને મનુષ્ય અને બાળકોની વિચાર ક્ષમતાને નષ્ટ કરી દીધી છે. વિજ્ઞાન જે રીતે આપણા જીવનને જોખમમાં નાખી રહ્યું છે અને તેનો એક કિસ્સો ગુજરાતમાં જ સામે આવ્યો છે અને જેણે પણ આ કિસ્સો સાંભળ્યો તેના હોંશ ઉડી ગયા હતા.

ગુજરાતના ખેડા જિલ્લામાં ઓનલાઇન ગેમ રમવા માટે મોબાઇલ ફોન શેર ન કરવાના કારણે બે ભાઇઓમાં ઝગડો થયો હતો અને તે એ હદ સુધી વધી ગયો કે મોટા ભાઇએ તેના નાના ભાઇને મારી નાખ્યો હતો. મોબાઇલ ફોન શેર ન કરવાના મુદ્દે થયેલા ઝગડા બાદ 16 વર્ષીય કિશોરે તેના નાના ભાઇ ઉપર પત્થરથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી અને તેના મૃતદેહને કુવામાં ફેંકી દીધો હતો.અને પોલીસ તરફથી ગુરુવારે આ જાણકારી મળી હતી.

ખેડા જિલ્લાના પોલીસના ઉપ નીરીક્ષક એસપી પ્રજાપતિએ કહ્યું કે, આ ઘટના સોમવારે ગોબલેજ ગામમાં બની હતી.અને નાબાલિક આરોપીને બુધવારે પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો હતો. પોલીસે જાણકારી આપી હતી કે, આરોપીની ઉંમર 16 વર્ષની છે અને તેણે પત્થરથી પોતાના ભાઇની હત્યા કરી દીધી છે અને મૃતદેહને કુવામાં ફેકી દીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં ખબર પડી છે કે, પરિવાર ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનું રહેવાસી છે અને ગામની બહાર એક ખેતરમાં મજૂરી કામ કરવા માટે ગોબલેજ આવ્યું હતું. 23મી મેના રોજ જ્યારે બન્ને ભાઇઓ વારાફરતી મોબાઇલ પર ગેમ રમી રહ્યા હતા. અને એ દરમિયાન આરોપીએ પોતાના 11 વર્ષીય ભાઇની સાથે ઝગડો શરૂ કર્યો, કારણ કે તેના નાના ભાઇએ તેનો વારો આવવા છતાં પણ તેને મોબાઇલ નહોતો આપ્યો. કિશોરે પોતાના નાના ભાઇને એક મોટા પત્થરથી માથામાં માર્યું. જ્યારે તેનો નાનો ભાઇ બેભાન થઇ ગયો ત્યારે કિશોરે તારની મદદતી તેના શરીને પત્થરથી બાંધ્યો અને મોકો જોઇને તેના મૃતદેહને કુવામાં ફેંકી દીધો. ત્યાર બાદ તેના માતા પિતાને જાણ કર્યા વગર જ તે બસમાં બેસીને રાજસ્થાન ચાલ્યો ગયો.

અધિકારીએ કહ્યું કે, જ્યારે મોડે સુધી તેના માતા પિતાને બન્ને છોકરાઓ ન મળ્યા તો તેમણે તપાસ કરતા તેમના દીકરાના ઠેકાણાની ખબર પડી. તેઓ તેને પાછો ગુજરાત લાવ્યા અને નાના ભાઇ વિશે પુછ્યું તો આરોપીએ તેમને આખી વાત કહી. પ્રજાપતિએ કહ્યું કે, બુધવારે જ્યારે પરિવાર તરફથી આ ઘટનાની જાણકારી મળી તો પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને કુવાની બહાર કાઢ્યો.અને પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.