યુરોપિયન યુનિયનનો પ્રસ્તાવ, દરેક ફોન માટે હોય એક જ ચાર્જર.

યુરોપિયન યુનિયને ગુરુવારે ઘોષણા કરી કે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીએ મોબાઈલ ડિવાઈઝ માટે એક સમાન ચાર્જિંગ કોર્ડ અપનાવવાની જરૂરત છે, જેનાથી ઘણા ચાર્જિંગ કોર્ડ અને એના હોવા વાળી સમસ્યાથી છુટકારો મળી જશે.

આ એક એવી ટેક્નોલોજી છે જે ઘણા ગેજેટ્સ નિર્માતાએ પહેલા જ સ્વીકાર કરી લિહડી છે. એપ્પલ આ યોજનામાં સૌથી મોટી બાધા બનેલી છે, જે અનુસાર આ નવા નિયમોના આવ્યા પછી ગ્રાહકોને નુકસાન થશે અને નવી ટેક્નોલોજી વિકસિત કરવામાં સમસ્યા થશે. એપ્પલનું લાઈટનિંગ ચાર્જિંગ પોર્ટ Iphone પર સ્ટાન્ડર્ડ છે, જો કે નવા મોડેલમાં એવો કેબલ છે જેને USB-C પોર્ટમાં પ્લગ કરી શકાય છે.

યુરોપિયન યુનિયનના દ્રષ્ટિકોણથી કોઈ શંકા વગર એ લાખો યુઝર્સ દ્વારા સરાહના કરવામાં આવશે, જેને પોતાના ફોનને ચાર્જ કરવાના સમયે ઘણા ચાર્જિંગ કેબલ્સમાંથી શોધવાની પરેશાની થાય છે, એની સાથે જ યુરોપિયન યુનીયન લોકો દ્વારા ફેકવામાં આવેલા 11 હજાર મેટ્રિક ટન ઇલેક્ટ્રોનિક કચરામાં પણ ઘટાડો કરવા માંગે છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

યુરોપિયન કમિશન અનુસાર, સરેરાશ ઇયુ નિવાસી પાસે ઓછામાં ઓછા ત્રણ ચાર્જર છે અને તેમાંથી બે નિયમિત ઉપયોગ કરે છે, પરંતુ 38 ટકા લોકો કહે છે કે તેઓ ઓછામાં ઓછો એક વખત તેમના ફોનને ચાર્જ કરતા નથી કારણ કે તેઓ સુસંગત ચાર્જર શોધવામાં અસમર્થ હતા. યુરોપિયન યુનિયનમાં ગયા વર્ષે લગભગ 420 મિલિયન મોબાઇલ ફોન અથવા પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વેચાયા હતા.

નવા નિયમોના અમલ બાદ કંપનીઓને નવા નિયમોને અનુરૂપ થવા માટે બે વર્ષનો સમય મળશે. નિયમો ફક્ત યુરોપિયન બજારમાં 30 દેશોમાં વેચવામાં આવતા ઇલેક્ટ્રોનિક્સ પર લાગુ થશે, પરંતુ EU ની કડક ગોપનીયતા નીતિની જેમ, તે બાકીના વિશ્વ માટે એક ધોરણ બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.