વડોદરાના વાઘોડિયા રોડ પર ગાયે શિંગડું માર્યું હતું એ યુવકની આંખ ફૂટી ગઈ છે જેના કારણે યુવકે આજીવન એક આંખે રહેવાનો વારો આવ્યો છે. : ગત તારીખ 12 મે ના રોજ વાઘોડિયા રોડ પર રખડતી ગાયે આ યુવકને શિંગડું માર્યું હતું. ગાયે અડફેટે લેતાં યુવાનની એક આંખ ફૂટી ગઈ છે અને પુત્રએ એક આંખ ગુમાવતા તેના પિતા નીતિનભાઈ પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે પાંચ દિવસે ગુનો નોંધતા પરિવારમાં આક્રોશની લાગણી જોવા મળી છે અને યુવાનના પિતાએ કોર્પોરેશનના અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી, પણ પોલીસે કોર્પોરેશનના અધિકારીઓ સામે ગુનો ન નોંધ્યો. પોલીસે ગાયના અજાણ્યા માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. જો કે યુવાનના પિતાએ ચીમકી, આપી છે કે જો ન્યાય નહિ મળે તો કોર્પોરેશનમાં ભૂખ હડતાળ પર ઊતરશે અને કોર્ટના દ્વાર ખખડાવશે.
ગોવર્ધન ટાઉનશીપ વાઘોડિયા રોડ ખાતે રહેતો પરિવાર હેનીલને આંખમાં નુકશાન થતા મુસીબતમાં મુકાયો હતો. પિતા નીતિન પટેલે પુત્રને આંખમાં ગંભીર ઇજા થતાં કોર્પોરેશન સામે કાનૂની કાર્યવાહી કરવા અને વળતર આપવા માંગ કરી હતી અને તો માતા ભાવનાબેને કોર્પોરેશન તંત્રની ગંભીર બેદરકારી ગણાવી હતી. 17 વર્ષીય હેનીલ પટેલ એન્જીનરીગના પ્રથમ વર્ષમાં પરીક્ષા આપી બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ એ 8 મહિના પહેલા વડોદરાના મેયર કેયુર રોકડીયાને કહ્યું હતું કે ઓફિસમાં બેસી મિટિંગો બંધ કરો અને રખડતા ઢોર શહેરમાં રખડતા બંધ કરાવો પણ આજદિન સુધી શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનું સમાધાન થઈ રહ્યું નથી.અને તંત્ર ઢોર માલિકોને શહેર બહાર ગૌચર જમીન ફાળવતી નથી અને સમસ્યા દિવસેને દિવસસે વધતી જ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.